મુખ્ય સમાચાર
News of Saturday, 29th January 2022

કીટ નાશકોએ ઘટાડી ખેડૂતોની પ્રજનન ક્ષમતા

સમગ્ર વિશ્વના વિશેષજ્ઞોએ કરેલા રિસર્ચમાં થયો ખુલાસો

નવીદિલ્‍હીઃ કળષિમાં બમ્‍પર ઉપજ પ્રાપ્‍ત કરવાના ફેરમાં ખેડૂત પોતાની -જનન ક્ષમતાને પ્રભાવિત કરી બેઠા છે. સ્‍થિતિ એવી છે કે, અંધાધૂંધ કીટનાશકોના ઉપયોગથી ન માત્ર મનુષ્‍યો પરંતુ પશુ અને પક્ષિઓમાં પણ પ્રજનન ક્ષમતા પ્રભાવિત થઈ છે. મનુષ્‍યોમાં જ્‍યાં સીમનની ગુણવત્તા અને ગતિ નબળી થઈ છે, ત્‍યાં જ પક્ષીઓમાં ઈંડા નિર્માણમાં ઘટાડો અને ઈંડા કવચ પાતળું થવા જેવી જાણકારી સામે આવી છે. ઓર્ગેનોફોસ્‍ફેટ પર અધ્‍યયન કરી રહેલ વિશેષજ્ઞોનું કહેવું છે કે, સામાન્‍ય મનુષ્‍યની તુલનામાં ખેડૂતોને સ્‍વાસ્‍થ્‍યની ત્રણ ગણી અધિક ગંભીર પરેશાનિઓનો સામનો કરવો પડી રહ્યો છે. એવું નથી કે, આ મુશ્‍કેલી માત્ર ભારતમાં જ છે. પરંતુ વિશ્વના અન્‍ય દેશોના ખેડૂતો પણ બેહાલ છે. વધુ પડતા દેશોના વિશેષજ્ઞો અને સંસ્‍થાઓએ પોતાના રિસર્ચ પેપરમાં કિટનાશકોના અંધાધૂંધ ઉપયોગ પર રોક લગાવવાની ખાસ જરૂરત જણાવી છે.
 પ્રાણીઓની પ્રજનન ક્ષમતા પર ઘાતક અસર
પヘમિ બંગાળ, શાંતિ નિકેતનની વિશ્વભારતી યૂનિવર્સિટીના સોમેન કુમાર મૈત્ર ધ બાંકુરા ક્રિヘનિ કોલેજની આનંદિતા મિત્રાએ ૨૦૧૮માં રિસર્ચ ગેટ સંસ્‍થામાં પ્રકાશિત રિસર્ચ પેપરમાં જણાવ્‍યું કે, ઓર્ગેનોફોસ્‍ફેટના કરોડઅસ્‍થિધારી પ્રાણીઓની પ્રજનન ક્ષમતામાં ઘાતક અસર પડી રહી છે.
અમેરિકાની નેશનલ સેંટર ફોર વાયોટેક્રોલોજી ઈન્‍ફોર્મેશન નેશનલ ઈન્‍સ્‍ટીટયૂટ ઓફ હેલ્‍થમાં ૨૦૧૬માં થયેલ અભ્‍યાસમાં ઉપજ કાપવા દરમ્‍યાન ખેડૂતોના રક્‍તના નમૂના એકત્ર કરી ચિકિત્‍સીય તપાસ કરવામાં આવી. તેમાં ખેડૂતોની પ્રજનન ક્ષમતા પર કુપ્રભાવ સાથે સાથે તેમનું સ્‍વાસ્‍થ્‍ય પણ નબળું મળ્‍યું.
વેનેઝુએલામાં જર્નલ ઓફ એકયૂપેશનલ હેલ્‍થમાં સામે આવ્‍યું કે, ઓર્ગેનોફોસ્‍ફેટથી પ્રજનન હોર્મોન અસંતુલિત થઈ ગયા છે. ત્‍યાં જ ૩૫ સ્‍વસ્‍થ વ્‍યકિતઓ અને ૬૪ ખેડૂતોના સ્‍વાસ્‍થ્‍યના પરિક્ષણ પર આ શોધ કરવામાં આવી.
ટોક્‍સિકોલોજી એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીયલ હેલ્‍થના ૨૦૧૬માં પ્રકાશિત શોધમાં પણ આ સામે આવ્‍યું હતું. આ શોધ મલીહાબાદ, લખનૌના સંગ્રામ સિંહ, એસ.કે. રસ્‍તોગી, ફારૂખ જમાલ અને કાઝી એસ. હકે કરી હતી

 

(2:31 pm IST)