મુખ્ય સમાચાર
News of Saturday, 29th January 2022

કસ્ટમ્સ વિભાગે તપાસ દરમિયાન લીધેલી 2 કરોડ રૂપિયાની ડિપોઝીટ પરત ન આપતા કંપનીએ બોમ્બે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા : કાર્યવાહીમાં 23 વર્ષના વિલંબને કારણે કંપનીને થયેલા નુકશાન પેટે 12 ટકા વ્યાજ સાથે મુદ્દલ પરત આપવા નામદાર કોર્ટે આદેશ આપ્યો

મુંબઈ : કસ્ટમ્સ વિભાગે તપાસ દરમિયાન લીધેલી 2 કરોડ રૂપિયાની ડિપોઝીટ પરત ન આપતા એક કંપનીએ બોમ્બે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.તથા 23 વર્ષ પછી પણ ડિપોઝીટ પરત નહીં મળતા થયેલા નુકશાન પેટે 12 ટકા વ્યાજ સાથે મુદ્દલ પરત અપાવવા બોમ્બે હાઇકોર્ટ સમક્ષ અરજ ગુજારી હતી.

જેના અનુસંધાને નામદાર કોર્ટે  23 વર્ષ પછી પણ ચુકાદો નહીં આપતા કંપનીને થયેલા નુકશાન પેટે 12 ટકા વ્યાજ સાથે મુદ્દલ પરત આપવાનો હુકમ કર્યો હતો.
[Sushitex Exports (India) Ltd. & Ors. v. યુનિયન ઓફ ઈન્ડિયા એન્ડ એનઆર.].

ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ એમએસ કર્ણિકની ખંડપીઠે નોંધ્યું હતું કે
જો 1997 માં શરૂ કરાયેલી કાર્યવાહીને બે દાયકાથી વધુ સમય સુધી તેના તાર્કિક નિષ્કર્ષ પર ન લઈ જવામાં આવે અને પછી તેના વહેલા નિષ્કર્ષ માટે પ્રાર્થના કરવામાં આવે, તો તે સત્તાનો એક મનસ્વી પ્રયોગ સમાન ગણાશે .આ અવલોકન કર્યા પછી, બેન્ચે કમિશનરને ₹2 કરોડની રકમ વાર્ષિક 12% વ્યાજ સાથે પરત કરવાનો નિર્દેશ આપ્યો હતો તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:07 pm IST)