મુખ્ય સમાચાર
News of Monday, 28th November 2022

ગેહલોત અને પાયલોટ વચ્ચે વિવાદ પર રાહુલ ગાંધીએ કહ્યું--બંને નેતાઓ કોંગ્રેસ માટે સંપત્તિ

રાહુલે કહ્યું કે હું ગેરંટી આપી શકું છું કે આ વિવાદની ભારત જોડો યાત્રા પર કોઈ અસર નહીં થાય

નવી દિલ્હી : કોંગ્રેસના પૂવ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીની ‘ભારત જોડો યાત્રા’ ચાલુ છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના ઈન્દોરમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. રાજસ્થાનમાં ચાલી રહેલા ગેહલોત અને પાયલોટ વચ્ચેના વિવાદ પર રાહુલ ગાંધીએ કહ્યું કે, બંને નેતાઓ કોંગ્રેસ માટે સંપત્તિ છે. રાહુલ ગાંધી ખુલીને કશું બોલ્યા નહોતા અને ટૂંકો જવાબ આપીને હસવા લાગ્યા હતા. તેમણે કહ્યું કે હું તેમાં વધારે પડવા માંગતો નથી. રાહુલે વધુમાં કહ્યું કે હું ગેરંટી આપી શકું છું કે આ વિવાદની ભારત જોડો યાત્રા પર કોઈ અસર નહીં થાય.

 

(9:46 pm IST)