મુખ્ય સમાચાર
News of Wednesday, 28th September 2022

26 વર્ષીય યુવતીને 52 વર્ષીય પુરુષ સાથે લગ્ન કરવા પરિવારનું દબાણ : મહિલાને રક્ષણ આપવા રાંચી પોલીસ અધિક્ષકને ઝારખંડ હાઇકોર્ટનો નિર્દેશ

રાંચી : 26 વર્ષીય યુવતીને તેની ઉંમર કરતાં બમણી એટલેકે 52વર્ષની વયના પુરુષ સાથે લગ્ન કરવા પરિવારનું દબાણ થવાથી તેણે ઝારખંડ હાઇકોર્ટમાં અરજી કરી હતી.તેથી નામદાર કોર્ટે મહિલાને રક્ષણ આપવા રાંચી પોલીસ અધિક્ષકને નિર્દેશ કર્યો હતો.

કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે આંતર-જ્ઞાતિ અને આંતર-ધાર્મિક લગ્ન જાતિ અને સાંપ્રદાયિક તણાવ ઘટાડવામાં મદદ કરે છે.

યુવતીએ જણાવ્યું હતું કે તે અન્ય ધર્મના છોકરા સાથે મિત્ર બની હતી અને તેના પરિવાર અને અન્ય સમુદાયના સભ્યો તેનો વિરોધ કરી રહ્યા હતા.

તેણીએ વધુમાં એવી દલીલ કરી હતી કે તેના પરિવારના સભ્યો તેણીની મરજી વિરુદ્ધ 52 વર્ષના પુરુષ સાથે તેના લગ્ન કરાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
તેણીની અરજીની તપાસ કર્યા પછી અને તેણીની દલીલો નોંધ્યા પછી, ન્યાયાધીશે કહ્યું કે તે ખરેખર ગંભીર મુશ્કેલીમાં છે.

"પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો અધિકાર ભારતના બંધારણના અનુચ્છેદ 21માં અભિન્ન માનવામાં આવ્યો હતો જ્યાં કુટુંબ અને લગ્નના સંબંધમાં વ્યક્તિગત સ્વાયત્તતાને વ્યક્તિની ગરિમા માટે અભિન્ન માનવામાં આવી હતી." બેન્ચે અવલોકન કર્યું.

તેથી, ન્યાયાધીશે, પ્રતિવાદીને આ મામલે તેમનો જવાબ દાખલ કરવાની રાહ જોયા વિના, અરજદાર-મહિલાને પોલીસ અધિક્ષક, રાંચી સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપ્યો, જેમને યોગ્ય આદેશ આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો જેથી તેણીનું  "ગૌરવ અને જીવન" સુરક્ષિત રહે.

આ અવલોકનો સાથે ખંડપીઠે અરજીનો નિકાલ કર્યો હતો તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:09 pm IST)