મુખ્ય સમાચાર
News of Tuesday, 28th June 2022

' જય શ્રી રામ ' ના નારા લગાવતા લોકો પર હિંસા આચરનાર આરોપીને અલ્હાબાદ હાઈકોર્ટે જામીન આપ્યા : કેસના તથ્યો અને સંજોગોને ધ્યાનમાં લેતા જામીન માટે યોગ્ય કેસ હોવાનું નામદાર કોર્ટનું મંતવ્ય

અલ્હાબાદ : અલ્હાબાદ હાઈકોર્ટે સોમવારે એક ઈરફાન નામક આરોપીને જામીન આપ્યા હતા, જેના પર 'જય શ્રી રામ' ના નારા લગાવતા લોકો સાથે દુર્વ્યવહાર અને માર મારવાનો આરોપ હતો. [ઈરફાન વિ. યુપી રાજ્ય]

અરજદારે રજૂઆત કરી હતી કે ઇજાગ્રસ્તો અથવા ફરિયાદી દ્વારા તેના ઉપર વ્યક્તિગત આરોપો લગાવ્યા નથી. સામુહિક આરોપનો તે ભોગ બન્યો છે.

"કેસના તથ્યો અને સંજોગોને ધ્યાનમાં લેતા, મને લાગે છે કે તે જામીન માટે યોગ્ય કેસ છે", તેવી ટિપ્પણી સાથે ન્યાયમૂર્તિ જયંત બેનરજીએ અરજદારને બે જામીન સાથે ₹50,000ના વ્યક્તિગત બોન્ડ ભરવાની શરત સાથે જામીન પર મુક્ત કર્યો હતો.

ફરિયાદ મુજબ, ફરિયાદીઓ ઘટનાના દિવસે રાત્રે લગભગ 8 વાગ્યે એક યાસીનના ઘર પાસે 'જય શ્રી રામ' ના નારા લગાવીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આરોપીઓએ ફરિયાદીઓ સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે તેઓએ વિરોધ કર્યો ત્યારે તેઓને 'તમંચ' (પિસ્તોલ), 'બાલાકાટી' અને 'લોખંડના સળિયા'ના 'બેટ' વડે માર મારવામાં આવ્યો હતો.

પરિણામે, આરોપી સામે રમખાણો, શાંતિનો ભંગ કરવા ઉશ્કેરવાના ઈરાદાથી ઈરાદાપૂર્વક અપમાન, હત્યાનો પ્રયાસ, મહિલા પર હુમલો કરવા અથવા કપડાં ઉતારવાના ઈરાદા સાથે ફોજદારી બળનો ઉપયોગ અને સ્વેચ્છાએ ઈજા પહોંચાડવાના ગુનાઓ માટે ગુનો નોંધવામાં આવ્યો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(2:03 pm IST)