મુખ્ય સમાચાર
News of Tuesday, 28th June 2022

દેશના કુલ વર્કફોર્સની વાત કરીએ તો તેના 1.3 ટકા જ છે. ગીગ ઇકોનોમી એન્ડ પ્લેટફોર્મ પરના નીતિ આયોગના આ રિપોર્ટને સોમવારે જાહેર કરવામાં આવ્યો હતો. ઈન્ડિયાઝ બૂમિંગ ગીગ એન્ડ પ્લેટફોર્મ ઇકોનોમી રિપોર્ટમાં ગીગ ઇકોનોમી સાથે જોડાઇને કામ કરતા લોકો અને તેમના પરિવારોની સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવાની ભલામણો પણ આપવામાં આવી છે

વાસ્તવમાં ગીગ વર્કર્સ એવા લોકો હોય છે કે જેઓ પરંપરાગત વર્કર્સની તુલનાએ અલગ રીતે કામ કરે છે

નવી દિલ્‍હી : નીતિ આયોગ તરફથી જાહેર કરવામાં આવેલા એક લેટેસ્ટ રિપોર્ટ અનુસાર ભારતમાં વર્ષ 2029-30 સુધીમાં લગભગ 2.35 કરોડ લોકો ગીગ ઇકોનોમી સાથે જોડાઇ જશે.

એટલે કે તેઓ ઘરે બેઠાબેઠા ઓનલાઇન કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવશે. દેશના કુલ માનવબળમાં તેમનો હિસ્સો લગભગ 4.1 ટકા હશે અને નોન એગ્રી વર્કફોર્સમાં તેમનો હિસ્સો વિસ્તરીને 6.7 ટકા થઇ જશે તેમ નીતિ આયોગે દાવો કર્યો છે. આયોગના રિપોર્ટ અનુસાર વર્ષ 2020-21માં ગીગ ઇકોનોમી સાથે લગભગ 77 લાખ લોકો જોડાયેલા હતા. જે હાલના તબક્કે બિન-કૃષિ કાર્યો સાથે જોડાયેલા વર્કફોર્સના લગભગ 2.4 ટકા છે અને દેશના કુલ વર્કફોર્સની વાત કરીએ તો તેના 1.3 ટકા જ છે. ગીગ ઇકોનોમી એન્ડ પ્લેટફોર્મ પરના નીતિ આયોગના આ રિપોર્ટને સોમવારે જાહેર કરવામાં આવ્યો હતો. ઈન્ડિયાઝ બૂમિંગ ગીગ એન્ડ પ્લેટફોર્મ ઇકોનોમી રિપોર્ટમાં ગીગ ઇકોનોમી સાથે જોડાઇને કામ કરતા લોકો અને તેમના પરિવારોની સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવાની ભલામણો પણ આપવામાં આવી છે.

વાસ્તવમાં ગીગ વર્કર્સ એવા લોકો હોય છે કે જેઓ પરંપરાગત વર્કર્સની તુલનાએ અલગ રીતે કામ કરે છે. તેઓ કોઇ ઓનલાઇન પ્લેટફોર્મ સાથે જોડાઇને પોતાની સ્કિલ અનુસાર ઘર બેઠા કામ કરે છે. મોટાભાગના ગીગ વર્કર્સ યુવાન હોય છે અને તેમના કામના કલાકો પરંપરાગત વર્કર્સની તુલનાએ ઓછા હોય છે. આયોગના રિપોર્ટ અનુસાર લગભગ 26.6 લાખ ગીગ વર્કર્સ રિટેલ, ટ્રેડ અને સેલ્સના ક્ષેત્રમાં કામ કરે છે જ્યારે 13 લાખ લોકો ટ્રાન્સપોર્ટેશન સેક્ટરમાં કામ કરે છે

(1:04 am IST)