મુખ્ય સમાચાર
News of Sunday, 28th February 2021

ટ્વિટર પર ટ્રેન્ડ થયું Population Control Bill : વસ્તી નિયંત્રણ માટે કાયદો બનાવવાની માંગણી

ટ્વીટર પર Population Control Bill અને હમ દો અમારે દો લો ટ્રેન્ડ કરવા લાગ્યો

નવી દિલ્હી : દેશમાં કુદકેને ભુસકે વધી રહેલી વસ્તી હવે ચિંતાનો વિષય બન્યો છે, તેની સાથે જ અન્ય પડકારો પણ સર્જાયા છે, ત્યારે જનસંખ્યા નિયંત્રણ કાયદો લાવવાની માંગ તેજ બની છે, રવિવારે ટ્વિટર પર Population Control Bill અને હમ દો અમારે દો લો ટ્રેન્ડ કરવા લાગ્યો, મોટી સંખ્યામાં ટ્વિટર યુઝર્સ જનસંખ્યા માટે કાયદો બનાવવાની માંગ કરતા જોવા મળ્યા.હતા 

   આ લોકોનું કહેવું છે કે જે રીતે વસ્તી ઝડપથી વધી રહી છે, તે મુશ્કેલી ઉભી કરી રહ્યું છે, અને વસ્તી નિયંત્રણ કાયદો લાવવો જોઇએ, તેનાથી વસ્તીવૃધ્ધી ઘટશે અને રોજગાર પણ વધશે, તો કેટલાક યુઝરનું કહેવું છે કે વસ્તી નિયંત્રણ કાયદો નહીં લાવીએ તો આવનારી પેઢી આપણને માફ નહીં કરે, તે લોકોએ Population Control Bill બિલની માંગ કરતા કહ્યું 5 સમસ્યાઓ છે, બેકારી, ગરીબી, પ્રદુષણ, અછત અને ક્રાઇમ Population Control Bill જ તેનું એક માત્ર સમાધાન છે

   અત્રે ઉલ્લેખનિય છે કે કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહ સહિત અનેક જાણીતી હસ્તીઓએ લાંબા સમયથી પેન્ડિંગ વસ્તી નિયંત્રણની વકીલાત કરી રહ્યા છે, ગિરિરાજ સિંહએ કેટલાક સમય પહેલા કહ્યું હતું કે ભલે ધર્મ, જાતિ, ભાષા કે વિસ્તાર કોઇ પણ હોય, વસ્તીનાં અસમતુલનને ઠીક કરવું જુરૂરી છે

(7:06 pm IST)