મુખ્ય સમાચાર
News of Sunday, 28th February 2021

મહાનાયક અભિતાભ બચ્ચાની તબીયત લથડી : ચાહકો બન્યા ચિંતાતુર

બચ્ચને તેના બ્લોગ પર મોડી રાત્રે લખ્યું છે કે તબીબી સ્થિતિ સર્જરીથી આગળ પોતે લખી શકતા ન હોવાનું જણાવેલ છે

મુંબઈ : બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર રૂટિન લાઇફ વિશે માહિતી આપે છે. તે પોતાના બ્લોગ દ્વારા ચાહકો દ્વારા તેમના અનુભવો અને દૈનિક અનુભવો પણ શેર કરે છે. તેના તાજેતરના બ્લોગ પરથી, તેણે આવી જ એક વાત જાહેર કરી છે, જેણે તેના ચાહકોને ચિંતા કરવાનું શરૂ કર્યું છે. બિગ બીનું કહેવું છે કે, તેમની તબિયત લથડી છે અને તેની સર્જરી કરાવવી પડશે.

અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં એક જ લાઈન લખી છે. આ એક લીટીએ બધાને હચમચાવી નાખ્યા છે. તેણે પોતાના બ્લોગમાં લખ્યું, "તબીબી સ્થિતિ . સર્જરી .. હું લખી શકતો નથી. એબી" અમિતાભ બચ્ચને આ બ્લોગ 27 ફેબ્રુઆરીએ લખ્યો છે. બિગ બીનો આ બ્લોગ જોયા પછી ચાહકો તેની ચિંતા કરી રહ્યા છે.

(12:18 pm IST)