મુખ્ય સમાચાર
News of Sunday, 27th November 2022

આસામ-મેઘાલય સરહદ સાથે જોડાયેલા વિવાદિત ક્ષેત્રમાં કલમ 6 દિવસ પછી પણ 144 લાગુ

મંગળવારે થયેલી હિંસક અથડામણ બાદ છ લોકો માર્યા ગયા હતા: બન્ને રાજ્ય વચ્ચે યાત્રા પ્રતિબંધ છઠ્ઠા દિવસે પણ ચાલુ રહ્યો હતો

ગુવાહાટી: મેઘાલય અને આસામની સરહદ પર હિંસક અથડામણ પછી પણ વિસ્તારમાં અશાંતિ છે. અધિકારીઓનું કહેવુ છે કે હજુ પણ ભારે સુરક્ષા તૈનાત કરવામાં આવી છે અને આસામ-મેઘાલય સરહદ સાથે જોડાયેલા વિવાદિત ક્ષેત્રમાં કલમ 144 લાગુ છે. પોલીસને આશંકા છે કે લોકો પર હુમલા થઇ શકે છે. અહી મંગળવારે થયેલી હિંસક અથડામણ બાદ છ લોકો માર્યા ગયા હતા. બન્ને રાજ્ય વચ્ચે યાત્રા પ્રતિબંધ છઠ્ઠા દિવસે પણ ચાલુ રહ્યો હતો.

એક પોલીસ અધિકારીએ કહ્યુ, “મેઘાલયમાં હજુ પણ સ્થિતિ પુરી રીતે શાંતિપૂર્ણ નથી. આસામના લોકો અથવા વાહન પર હુમલા થઇ શકે છે, માટે અમે લોકોને તે રાજ્યની યાત્રા ના કરવા માટે કહી રહ્યા છીએ, તેમણે કહ્યુ, જો કોઇએ યાત્રા કરવી છે તો તેમણે મેઘાલયમાં રજિસ્ટર્ડ વાહનથી જવા કહ્યુ છે.

ગુવાહાટી અને કછાર જિલ્લાના જોરબાટમાં પોલીસ બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે, જે આસામથી મેઘાલયમાં પ્રવેશના બે મુખ્ય બિંદુ છે. અધિકારીએ કહ્યુ કે ટ્રક, સામાન અને અન્ય સામાન લઇ જનારા કોમર્શિયલ વાહન પર જોકે, કોઇ પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી. હિંસા સ્થળ અને આસપાસના વિસ્તારમાં સીઆરપીસીની કલમ 144 હેઠળ પ્રતિબંધ ચાલુ છે.

મહત્વપૂર્ણ છે કે પશ્ચિમી કાર્બી આંગલોંગ જિલ્લામાં બન્ને રાજ્ય વચ્ચે વિવાદિત સરહદ પાસે મુકરોહ ગામમાં હિંસા ભડકી હતી, જ્યારે આસામના વન રક્ષકો દ્વારા કથિત રીતે ગેરકાયદેસર રીતે કાપવામાં આવેલી લાકડીથી ભરેલા એક ટ્રકને રોકવામાં આવ્યો હતો.

મેઘાલયમાં વિવિધ સામાજિક સંગઠનના સભ્યોએ સરહદ પર હિંસાના વિરોધમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી સંગમા સહિત અન્ય લોકોનું પૂતળુ સળગાવ્યુ હતુ. એક અન્ય સામાજિક સંસ્થા હાઇનીવટ્રેપ સ્વદેશી પ્રાદેશિક સંગઠને પણ શિલાંગમાં યૂ સોસો થમ ઓડિટોરિયમના પરિસરમાં રેડ ફ્લેગ ડે મનાવ્યો હતો.

(4:38 pm IST)