મુખ્ય સમાચાર
News of Sunday, 27th November 2022

મૈસૂરમાં ભાજપના ધારાસભ્યએ બસ સ્ટેશન પર બનાવેલા બે ગુંબજ મસ્જિદ જેવા દેખાતા તેમના જ સાંસદે હટાવ્યા

કર્ણાટકના મૈસૂરમાં એક બસ સ્ટેશનની તસવીરો થોડા સમય પહેલા વાયરલ થઇ હતી: બસ સ્ટેશન ઉપર ત્રણ ગુંબજ બનાવવામાં આવ્યા હતા જે કોઇ મસ્જિદ જેવા દેખાતા હતા

બેંગલુરૂ: કર્ણાટકના મૈસૂરમાં એક બસ સ્ટેશનની તસવીરો થોડા સમય પહેલા વાયરલ થઇ હતી. બસ સ્ટેશન ઉપર ત્રણ ગુંબજ બનાવવામાં આવ્યા હતા જે કોઇ મસ્જિદ જેવા દેખાતા હતા. જોકે, ભાજપ સાંસદની ધમકી બાદ હવે તેનું નવુ રૂપ સામે આવ્યુ છે. ભાજપ સાંસદે બસ સ્ટોપને તોડી પાડવાની ધમકી આપી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાષ્ટ્રીય રાજમાર્ગ-766ના કેરળ બોર્ડર-કોલ્લેગલા ખંડ સ્થિત બસ સ્ટેશન પર હવે માત્ર એક જ ગુંબજ છે, જેને લાલ રંગથી રંગવામાં આવ્યુ છે. આ પહેલા જે ગુંબજ હતુ તે હવે ગાયબ છે. ભાજપ સાંસદ પ્રતાપ સિમ્હાએ જણાવ્યુ કે તેમણે એન્જિનિયરોને મસ્જિદ જેવી સંરચનાને ધ્વસ્ત કરવા કહ્યુ છે, જેને તેમની જ પાર્ટીના એક ધારાસભ્યએ બનાવડાવી હતી.
હું JCB લઇને તેને તોડી પાડીશ
સાંસદે કહ્યુ, મે તેને સોશિયલ મીડિયા પર જોયુ હતુ, બસ સ્ટેશનમાં ત્રણ ગુંબજ છે, વચ્ચે એક મોટુ અને તેની બાજુના બે નાના ગુંબજ છે. તે માત્ર એક મસ્જિદ છે, એવો પણ દાવો કર્યો હતો કે મેસૂરના મોટાભાગમાં આ રીતના ગુંબજ જેવા ઢાંચાનું નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. તે બાદ તેમણે ધમકી આપી હતી, મે એન્જિનિયરોને કહ્યુ કે તે ત્રણ-ચાર દિવસમાં ઢાંચાને તોડી નાખે, જો તે આમ નથી કરતા તો હું એક જેસીબી લઇશ અને તેને તોડી નાખીશ.
BJP ધારાસભ્યએ જ બનાવડાવ્યુ હતુ બસ સ્ટેશન
વિપક્ષ સહિત કેટલાક લોકોએ ભાજપના સાંસદના આ નિવેદનને વિભાજનકારી ગણાવીને ટિકા કરી હતી. સ્થાનિક ભાજપના ધારાસભ્ય રામ દાસ જેમણે બસ સ્ટેશનનું નિર્માણ કરાવ્યુ હતુ. પહેલા પોતાની પાર્ટી સહયોગીઓની ટિપ્પણીનું ખંડન કર્યુ હતુ, તેમણે કહ્યુ કે બસ શેલ્ટર ડિઝાઇન મૈસૂર પેલેસથી પ્રેરિત હતી. જોકે, બાદમાં રામ દાસે સ્થાનિક લોકોને સંબોધિને એક પત્રમાં માફી માંગતા કહ્યુ કે તેમણે મેસૂર વિરાસતને ધ્યાનમાં રાખતા આ બસ સ્ટેશનની ડિઝાઇન કરી હતી.
હું માફી માંગુ છુ
ધારાસભ્યએ કહ્યુ, વિચારોમાં મતભેદ ઉભો થઇ ગયો, માટે હું બે ગુંબજને હટાવી રહ્યો છું. જો કોઇની ભાવનાને ઠેસ પહોચી છે તો હું માફી માંગુ છું. ભાજપ સાંસદ સિમ્હાએ બસ શેલ્ટરમાં કરવામાં આવેલા બદલાવ વિશે સમાચાર શેર કર્યા છે, તેમણે ભાજપના ધારાસભ્ય અને જિલ્લા તંત્રનો આભાર પણ માન્યો છે

(3:32 pm IST)