મુખ્ય સમાચાર
News of Sunday, 27th November 2022

બહુચર્ચિત લિકર કૌભાંડના આરોપીઓમાં સિસોદિયાનું નામ નહીં :CBIની 10 હજાર પાનાની ચાર્જશીટ દાખલ

સીબીઆઈનો દાવો છે કે, આ કેસમાં મનીષ સિસોદિયા વિરુદ્ધ તપાસ ચાલુ છે.

નવી દિલ્હી :ભાજપે દિલ્હી સરકારની લિકર એક્સાઈઝ નીતિમાં મનિષ સિસોદિયાની સંડોવણીનો મુદ્દો બહુ ચગાવેલો. હવે આ કૌભાંડમાં સીબીઆઈની ચાર્જશીટમાં દિલ્હીના આરોપી તરીકે મનીષ સિસોદિયાનું નામ જ નથી.

સીબીઆઈએ વિજય નાયર, અભિષેક બોઈનપલ્લી, સમીર મહેન્દ્રુ, અરુણ રામચંદ્ર પિલ્લાઈ, મુથા ગૌતમ, એક્સાઈઝ ડિપાર્ટમેન્ટ ડેપ્યુટી કમિશનર કુલદીપ સિંહ અને એક્સાઈઝ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ કમિશનર નરેન્દ્ર સિંહને આરોપી બનાવીને 10 હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. સીબીઆઈનો દાવો છે કે, આ કેસમાં મનીષ સિસોદિયા વિરુદ્ધ તપાસ ચાલુ છે.

આ ચાર્જશીટના પગલે ભાજપના નેતાઓની બોલતી બંધ થઈ ગઈ છે. ભાજપ બચાવ ખાતર કહી રહ્યો છે કે, પૂરક ચાર્જશીટમાં સિસોદિયાનું નામ હશે. બીજી તરફ આમ આદમી પાર્ટી જોરમાંછે. આપના સૌરભ ભારદ્વાજે દાવો કર્યો કે, આ દિલ્હીના લોકોની જીત છે. સત્યમેવ જયતે! સીબીઆઈની ચાર્જશીટમાં સિસોદિયાનું નામ નથી. ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે જેને આરોપી નંબર વન ગણાવ્યા તેમનું નામ ચાર્જશીટમાં છે જ નહીં.

(12:57 am IST)