મુખ્ય સમાચાર
News of Saturday, 27th November 2021

ભુરી આંખો વાળી ‘અફઘાન ગર્લ’ ગુલાને ઇટાલીએ શરણ આપી

નેશનલ જીયોગ્રાફીકના કવર પેજ ઉંપર ૧૯૮૫માં તેની તસ્વીર છપાયેલ

ઇટાલીએ ભુરી આંખોવાળી ‘અફઘાન ગર્લ’ શરબત ગુલાને સુરક્ષીત આશ્રય આપ્યો છે. ઇટાલીની પીએમ ઓફીસે આ માહિતી આપેલ. તાલીબાને અફઘાનીસ્તાન  ઉંપર કબજો કર્યા બાદ ગુલાએ પોતાના કાઢવા ઇટાલી પાસે મદદ માંગી હતી. ૧૯૮૫માં નેશનલ જીયોગ્રાફીકના કવર પેજ ઉંપર છપાયેલ ગુલાની તસવીરને અફઘાન સંઘર્ષનું પ્રતિક માનવામાં આવ્યા છે. સ્ટીવ મૈક કરીએ આ તસવીર ખેંચી હતી.
વર્ષ ૨૦૦૨માં મૈક કરીએ ફરીથી અફઘાનમાં ગુલાને ગોતીને તેની નવી તસવીર ખેંચી હતી. ૨૦૧૪માં ગુલા પાકિસ્તાનમાં મળી હતી. જ્યાંથી તેને અફઘાનિસ્તાન માટે નિર્વાસિત કરાયેલ.

 

(10:24 am IST)