મુખ્ય સમાચાર
News of Friday, 27th November 2020

રશિયાની Sputnik V કોરોના રસી ભારતમાં બનશે

૧૦ કરોડથી વધુ ડોઝનું ઉત્પાદન થશે : વેક્સિન ૯૫ ટકા સુધી અસરકારક સાબિત થઈ છે તેમજ એક ડોઝની કિંમત ૧૦ ડોલર લગભગ ૭૫૦ રૂપિયા હશે

માસ્કો,તા.૨૭ : રશિયાની કોરોના વાયરસ વેક્સિન સ્પુતનિક ફને લઈને મોટી જાણકારી સામે આવી છે. વેક્સિનનું ઉત્પાદન ભારતમાં થશે. રશિયાના સાર્વભૌમ સંપત્તિ નિધિ અને ભારતીય દવા કંપની હેટેરોએ સ્પુતનિક વેક્સિનના ભારતમાં પ્રતિ વર્ષ ૧૦૦ મિલિયન (૧૦ કરોડ)થી વધુ ડોઝનું ઉત્પાદન કરવાની સહમતિ વ્યક્ત કરી છે. સમાચાર એજન્સી રોયટર્સ અનુસાર સ્પુતનિક ફએ ટ્વિટર એકાઉન્ટ પર જારી એક નિવેદનના હવાલાથી તેની જાણકારી આપી છે. મહત્વનું છે કે રશિયાએ પાછલા દિવસોમાં કહ્યું હતું કે, તેની વેક્સિન ૯૫ ટકા સુધી અસરકારક સાબિત થઈ છે અને તેના એક ડોઝની કિંમત ૧૦ ડોલર (લગભગ ૭૫૦ રૂપિયા) હશે. તેના ડોઝને રાખવા માટે વધુ ઠંડા કોલ્ડ સ્ટોરેજની જરૂર નથી. સ્પુતનિક ફના ટ્વિટર એકાઉન્ટ પર જારી નિવેદનમાં કહેવામાં આવ્યું કે, વેક્સિનનું સમર્થન અને વૈશ્વિક સ્તર પર માર્કેટિંગ કરી રહેલ હેટેરો અને રશિયા સાર્વભૌમ સંપત્તિ નિધિએ ૨૦૨૧ની શરૂઆતમાં સ્પુતનિક ફનું ઉત્પાદન શરૂ કરવાની યોજના બનાવી છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં બીજા અને ત્રીજા ફેઝની ટ્રાયલ ચાલી રહી છે. વર્તમાનમાં વેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલ બેલારૂસ, યૂએઈ, વેનેજુએલા અને અન્ય દેશોમાં ચાલી રહ્યાં છે. હૈદરાબાદ સ્થિત ડો. રેડ્ડીઝ લેબોરેટરી ભારતમાં તેના ફેઝ બે અને ત્રણની ટ્રાયલ થઈ રહી છે. ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ લિમિટેડે કહ્યું કે, ભારતમાં માર્ચ ૨૦૨૧ સુધી અંતિમ તબક્કાની ટ્રાયલ થઈ જશે. રશિયા અધિકારીઓએ મંગળવારે કહ્યું કે, કોન્ટ્રાક્સ હિસાબથી રશિયા દ્વારા ડિસેમ્બરમાં બીજા દેશોને સ્પુતનિક વી વેક્સિન સીમિત માત્રામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે, જ્યારે જાન્યુઆરી ૨૦૨૧માં અન્ય દેશોમાં પ્રમુખતાથી તેનું વિતરણ કરવામાં આવશે. તેના ઉત્પાદનને વધારવા અને કિંમતને ઓછી કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. રશિયાના લોકોને વેક્સિન ફ્રીમાં મળશે.

(7:35 pm IST)