મુખ્ય સમાચાર
News of Sunday, 27th September 2020

ત્રણ મહિના પછી પહેલી વખત ન્યૂયોર્કમાં કોરોના પોઝિટિવના એક હજારથી વધુ કેસો નોંધાયા

ન્યુયોર્ક: 5 જૂન પછી પહેલીવાર ન્યૂયોર્કમાં કોરોના વાયરસના ચેપના 1000 થી વધુ નવા કેસો સામે આવ્યા છે.  રાજ્યમાં છેલ્લા કેટલાક સપ્તાહમાં શાળાઓ, કોલેજો અને ધંધાઓ ફરી શરૂ થવાને કારણે ચેપના પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે.

રાજ્યપાલ એન્ડ્ર્યુ કુમોએ શનિવારે કહ્યું હતું કે શુક્રવારે 99,953 નમૂનાઓનું પરીક્ષણ કર્યા પછી 1,005 લોકોમાં ચેપની પુષ્ટિ થઈ છે.  જોકે ચેપના કેસોમાં ન્યુયોર્ક અન્ય રાજ્યો કરતા સારી સ્થિતિમાં છે.  જુલાઇથી સપ્ટેમ્બરના અંત સુધીમાં રાજ્યમાં ચેપના નવા કેસોની દૈનિક સરેરાશ ૬૬૬ રહી છે.  છેલ્લા સાત દિવસોમાં આ સરેરાશ વધીને ૮૧૭ થઈ ગઈ છે. જે હવે દૈનિક ૧૦૦૦ એ પહોંચી છે.

(2:03 pm IST)