મુખ્ય સમાચાર
News of Wednesday, 27th January 2021

ટ્રેક્ટર પરેડમાં થયેલી હિંસા બાદ ખેડૂત સંગઠનમાં ભંગાણ : સંસદ માર્ચ સ્થગિત

શહીદ દિવસ પર ખેડૂત દેશભરમાં નિકાળશે રેલીઓ એક દિવસનો ઉપવાસ પણ રાખશે

નવી દિલ્હી: ગણતંત્ર દિવસ દરમિયાન દિલ્હીમાં ખેડૂતો દ્રારા કરવામાં આવેલી હિંસા  બાદ ખેડૂતોનું આંદોલન) નબળું પડી ગયું છે. એક તરફ દેશભરમાં ખેડૂતોના વિરૂદ્ધ ગુસ્સો છે તો બીજી તરફ ખેડૂત સંગઠનોમાં ફૂટ પડતી જોવા મળી રહી છે. બે ખેડૂત સંગઠનોએ પોતાને આ આંદોલનથી અલગ કરી દીધા છે. ખેડૂતોએ પોતાની સંસદ માર્ચ રદ કરી દીધી છે.કૃષિ કાયદા  વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ 1 ફેબ્રુઆરીના રોજ સંસદ માર્ચ કરવાની જાહેરાત કરી હતી. જેને હવે ટાળી દેવામાં આવી છે. આ દિવસે લોકોસભામાં સામાન્ય બજેટ  રજૂ કરવામાં આવશે.

  ભારતીય કિસાન યૂનિયનના નેતા બલબીર રાજેવાલએ કહ્યું કે આવતીકાલે ટ્રેક્ટર પરેડમાં થયેલી હિંસાના કારણે 1 ફેબ્રુઆરીના રોજ થનારી સંસદ માર્ચને અમે સ્થગિત કરી દીધી છે. તેમણે કહ્યું કે 'શહીદ દિવસ પર અમે કિસાન આંદોલન તરફથી આખા ભારતમાં સાર્વજનિક રેલીઓ કરીશું. અમે એક દિવસનો ઉપવાસ પણ રાખીશું.

 ભારતીય કિસાન યૂનિયન નેતાએ કહ્યું કે કાલે જે થયું તેનાથી દેશની ભાવનાઓ ઠેસ પહોંચી છે. જે કંઇપણ થયું તેના માટે અમે ખેદ વ્યક્ત કરીએ છીએ.
  બલબીર રાજેવાલએ આખી ઘટના માટે સરકારને જવાબદાર ગણાવી છે. તેમણે કહ્યું કે જે કંઇ થયું તે એક કાવતરા હેઠળ થયું. જે રસ્તો નક્કી કરવામાં આવ્યો હતો ટ્રેક્ટર પરેડ માટે તે રસ્તો બંધ હતો. જેમણે લાલ કિલ્લા પર ધ્વજ લહેરવાની વાત કહી હતી સરકાર તેમની સાથે મળેલી છે. તેમણે કહ્યું કે પોલીસે પોતે કહ્યું કે આગળ જાવ દિલ્હીની તરફ અને ધીમે ધીમે લાલ કિલ્લા સુધી પહોંચાડી દીધા.  હતા

ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતએ કહ્યું કે કાલે દિલ્હીમાં ટ્રેક્ટર રેલી ખૂબ સફળતાપૂર્વક થઇ. જો કોઇ ઘટના ઘટી છે તો તેના માટે પોલીસ વહીવટીતંત્ર જવાબદાર છે. કોઇ લાલ પર પહોંચી જાય અને પોલીસની એક ગોળી પણ ન ચાલે. આ કિસાન સંગઠનને બદનામ કરવાનું કાવતરું હતું. તેમણે કહ્યું કે ખેડૂત આંદોલન ચાલુ રહેશે.

બીજી તરફ અખિલ ભારતીય કિસાન સભાના મહાસચિવ હન્નાન મોલ્લાહએ કહ્યું કે કિસાન આંદોલનના પહેલાં દિવસથી જ બદનામ કરવાનું શરૂ કરી દીધું. 70 કરોડ કિસાન જે મહેનત કરી દેશને અન્ન આપે છે તે દેશદ્રોહી છે, આ પ્રકારે દેશદ્રોહી બોલવાની હિંમત કોની થાય છે, જે દેશદ્રોહી થાય છે, તે ખેડૂતોને દેશદ્રોહી બોલે છે

(11:43 pm IST)