મુખ્ય સમાચાર
News of Wednesday, 27th January 2021

સ્કિન ટૂ સ્કિન કોન્ટેક્ટ વિના યૌન અપરાધ નહિ : બોમ્બે હાઇકોર્ટના નિર્ણય પર સુપ્રિમકોર્ટની રોક

સુપ્રીમ કોર્ટે તેના પર રોક લગાવતા આરોપીને છોડવા પર પણ રોક લગાવી દીધી

નવી દિલ્હી :બોંબે હાઇકોર્ટ દ્વારા સ્કિન ટૂ સ્કિન કોન્ટેક્ટવાળા નિર્ણય પર સુપ્રીમ કોર્ટે રોક લગાવતા હાઈકોર્ટ પાસે વિસ્તૃત જાણકારી માંગી છે. પોક્સોના એક કેસમાં બોંબે હાઈકોર્ટમાંથી નિર્દોશ છોડવાના મામલે સુપ્રીમ કોર્ટમાં CJIએ કહ્યું કે, હાઈકોર્ટ પાસે વિસ્તૃત જાણકારી મંગાવાશે.

એટર્ની જનરલે કોર્ટમાં આ મામલાને ઉઠાવ્યો હતો. આ નિર્ણયમાં આરોપીઓને હાઈકોર્ટે નિર્દોષ છોડ્યો હતો. જે પોક્સો હેઠળ આરોપી હતો. માત્ર એ આધાર પર તેનો સીધો શારીરિક સંપર્ક નથી થયો. તેના પર એટર્ની જનરલે સવાલ ઉઠાવતા તેને ખતરનાક ગણાવ્યો હતો. જે બાદ સુપ્રીમ કોર્ટે તેના પર રોક લગાવતા આરોપીને છોડવા પર પણ રોક લગાવી દીધી છે.

 અત્રે ઉલ્લેખનિય છે કે, બોંબે હાઈકોર્ટે પોતાના એક આદેશમાં કહ્યું હતું કે, કોઈ સગીરના સ્તનને સ્કિન ટૂ સ્કિન કોન્ટેક્ટથી સ્પર્ષ કરવા પોક્સો એક્ટ હેઠળ યૌન શોષણ શ્રેણીમાં નહી આવશે. હાઈકોર્ટના આ આદેશ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે.

(7:14 pm IST)