મુખ્ય સમાચાર
News of Wednesday, 27th January 2021

કોરોના મહામારીના કારણે ઓક્સિજન ઉપર ચાલી રહેલી મુંબઇની જીવાદોરી સમાન લોકલ ટ્રેનો ૨૯મી જાન્યુઆરીથી દોડવા લાગશે

મુંબઇઃ કોરોના મહામારીને કારણે ઓક્સિજન પર ચાલી રહેલી મુંબઇની જીવાદોરી સમાન લોકલ ટ્રેનો હવે પૂર્વવત થઇ જશે. 29 જાન્યુઆરીથી 95 ટકા લોકલ ટ્રેનો શરૂ કરવાનો ભારતીય રેલવેએ નિર્ણય લીધો છે. પશ્ચિમ અને મધ્ય રેલવેની  વધુ 204 લોકલ ટ્રેન ચાલુ કરવાની રેલવેએ જાહેરાત કરી દીધી.

રેલવેમંત્રી પિયૂષ ગોયલે મુંબઇના લાઇફ લાઇન કહેવાતી લોકલ ટ્રેનો અંગે મહત્વની જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે 29 જાન્યુઆરીથી 204 વધારામી લોકલ ટ્રેન શરૂ કરી દેવાશે. આ સાથે મુંબઇ લોકલની 95 ટકા ટ્રેન પાટા પર દોડતી થઇ જશે.

ટ્રેનોની સંખ્યા 2781થી વધીને 2985 થઇ જશે

ભારતીય રેલવેના જણાવ્યા મુજબ 29 જાન્યુઆરીથી મુંબઇની ઉપનગરીય રેલવે સેવાઓ શરૂ કરવા નિર્ણય લેવાયો છે. તેથી ચાલુ લોકલ ટ્રેનોની સંખ્યા 2781થી વધીને 2985 થઇ જશે.

પિયૂષ ગોયલે જણાવ્યું કે આ ટ્રેનોમાં મધ્ય રેલવેની લોકલ ટ્રેનોની સંખ્યા 1,580થી વધીને 1685 થિ જશે. જ્યારે પશ્ચિમ રેલવેની 1201ના સ્થાને 1300 ટ્રેનો કાર્યરત રહેશે.

હજુ પણ તમામ લોકો માટે મુસાફરી નહીં

રમોટાભાગની લોકલ ટ્રેન દોડવા તો માંડશે પરંતુ હજું પણ તેમાં તમામ મુસાફરોને યાત્રાની મંજૂરી રહેશે નહીં. આ અંગે રેલવે મંત્રી પિયૂષ ગોયલે વધુમાં જણાવ્યું કે, રેલવે સ્ટેશનો પર લોકોના ઘસારાને રોકવા માટે હજુ પણ માત્ર રેલવે, મહારાષ્ટ્ર સરકાર દ્વ્રારા મંજૂરી મેળવે યાત્રી જ લોકલ ટ્રેનોમાં યાત્રા કરી શકશે.

મહિલાઓ માટે નિર્ધારિત સમયમાં યાત્રાની છૂટ

ઉપરાંત મહિલાઓ માટે નિર્ધારિત સમયમાં યાત્રાની છૂટ આપવામાં આવી છે તે ચાલુ રહેશે. રેલવેએ અન્ય લોકોને સ્ટેશને નહીં જવાની વિનંતી કરી છે.

સરકારે મુસાફરી દરમિયાન યાત્રીઓ માટે કોવિડ-19 મહામારીથી બચવા સોશિયલ ડિસ્ટન્સિંગ અને SOP (કોરોના બચાવના નિયમો) ફરજિયાત કર્યા છે. તેથી આગામી આદેશ સુધી આ નિયમોનું પાલન જરૂરી છે.

(5:06 pm IST)