મુખ્ય સમાચાર
News of Tuesday, 26th January 2021

કૃષિ કાયદા અંગે રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરી

હિંસાથી ક્યારેય ઉકેલ આવ્યો નથી : નુક્શાન તો દેશનું જ થવાનું

કૃષિ કાયદાને લઈને વારંવાર મોદી સરકારને ઘેરી રહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજની દિલ્હીમાં બનેલી ખેડૂતોની રેલી અને પોલીસ ઘર્ષણની ઘટનાને લઈને ફરી એકવાર ટ્વીટ કર્યું હતું.

કૃષિ કાયદાને લઈને વારંવાર મોદી સરકારને ઘેરી રહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજની દિલ્હીમાં બનેલી ખેડૂતોની રેલી અને પોલીસ ઘર્ષણની ઘટનાને લઈને ફરી એકવાર ટ્વીટ કર્યું હતું. રાહુલે ટ્વીટ કરીને કહ્યું હતું કે હિંસા કોઇ સમસ્યાનું સમાધાન નથી. હિંસામાં કોઇને ઇજા થઇ શકે છે. હિંસાથી આપણા દેશનું નુકસાન થશે. સાથે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે દેશહિત માટે કૃષિ વિરોધી કાયદો પાછો લેવો જોઇએ.

પહેલા પણ રાહુલ ગાંધીએ અનેક વાર સરકારને ખેડૂત હિતમાં કાયદા પાછા ખેચવાની અપીલ કરી હતી. રાહુલે કહ્યુ હતું કે સરકારે મજૂર, મધ્યમ વર્ગને મજબૂત બનાવ્યો હોત તો દેશની ઈકોનોમી અત્યંત મજબૂત હોત.

બીજા નેતાઓએ પણ દિલ્હીમાં થયેલી હિંસાને વખોડી હતી. દિલ્હીન ભાજપ સાંસદ ગૌતમ ગંભીરે એવું જણાવ્યું કે હિંસા અને તોડફોડથી કંઈ વળતું નથી. હું પ્રત્યેકને શાંતિ જાળવી રાખવાની અપીલ કરૃ છું. આજનો દિવસ આવી અરાજકતા ઊભી કરવાનો નથી.

ડાબેરી નેતા સીતારામ યેચુરીએ ટ્વિટ કરીને જણાવ્યું કે ટીયર ગેસ અને ખેડૂતો પર લાઠીચાર્જ કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. શા માટે સરકાર ટકરાવની સ્થિતિ પેદા કરી રહી છે. ખેડૂતોએ શાંતિપૂર્ણ રીતે ટ્રેક્ટર પરેડ કાઢવી જોઈ

(4:54 pm IST)