મુખ્ય સમાચાર
News of Tuesday, 26th January 2021

રિલાયન્સને પાછળ છોડી TCS બની નંબર વન કંપની : મુકેશ અંબાણીની કંપનીને 70 હજાર કરોડનું નુકશાન

આઈટી સેક્ટરમાં ટીસીએસ વિશ્વની સૌથી મોટી કંપની

નવી દિલ્હી : ભારતની દિગ્ગજ આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ (TCS) માટે આજનો દિવસ ખૂબ જ ખાસ રહ્યો છે આજે ટીસીએસે એક પછી એક રેકોર્ડ પોતાના નામે કર્યા છે

માર્કેટ કેપિટલની દ્રષ્ટિએ જોતા ટીસીએસ આજે ભારતની સૌથી મોટી કંપની બની ગઇ છે. જ્યારે માર્કેટ કેપની દ્રષ્ટિએ આઈટી સેક્ટરમાં ટીસીએસ વિશ્વની સૌથી મોટી કંપની છે. ઉલ્લેખનીય છે કે ટીસીએસે માર્કેટ કેપિટલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને પછાડી દીધી છે. આ બંને કંપનીઓ વચ્ચે ખૂબ જ ઓછું અંતર રહે છે. તાજેતરમાં ટીસીએસનું માર્કેટ કેપ 12,34,609.62 કરોડ રૂપિયા છે, જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના માર્કેટ કેપમાં ઘટાડો થતા 12,29,661.32 કરોડ રૂપિયા રહી ગયું છે. 

સોમવારે સેન્સેક્સની લિસ્ટેડમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં સૌથી વધુ 5.36 ટકાનો ઘટાડો થયો. તેના કારણે માર્કેટ કેપિટલ 12 લાખ 29 હજાર કરોડ રૂપિયાના સ્તરે આવી ગઇ. ગત શુક્રવારે તેની માર્કેટ કેપ 12 લાખ 99 હજાર કરોડ રૂપિયા નજીક હતી. સરખામણી કરીએ તો એક દિવસમાં રોકાણકારોને 70 હજાર કરોડથી વધુ રૂપિયાનું નુકશાન થયું છે

ભારતીય શેર બજાર સતત ત્રીજા બિઝનેસ દિવસે ઘટાડો જોવા મળ્યો. બીસીઈમાં 530.95 પોઇન્ટ એટલે 1.09 ટકાના ઘટીને 48,348 સપાટીએ બંધ થયો. દિવસ દરમિયાન તેમાં અંદાજે એક હજાર પોઇન્ટનો અપ-ડાઉન રહ્યો. સેન્સેક્સ 375 પોઇન્ટ તેજી સાથે શરૂ થયો અને દિવસ દરમિયાન 49,263ના ટોચ સુધી પહોંચ્યો.

જોકે વેચાણ વધવાના દબાણમા એક સમયે પડી પડ ગયો અને 48,274.92 સ્તરે પહોંચી ગયો હતો. આ જ પ્રકારે એનએસઈનો નિફ્ટી 133 આંકડા એટલે 0.93 ટકાના ઘટાડા સાથે 14,238.90એ બંધ થયો. ઉલ્લેખનીય છે કે ભારતીય શેર બજાર પ્રજાસત્તાકના દિવસ એટલે મંગળવારે બંધ રહેશે

(12:04 am IST)