મુખ્ય સમાચાર
News of Tuesday, 26th January 2021

દેશના 119 મહાનુભાવોને પદ્મશ્રી, 7ને પદ્મવિભૂષણ અને 10 દિગ્જ્જો પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત

જાપાનના પ્રધનમંત્રી શિંજો આબે, મૌલાના વહીદુદ્દીન ખાન, બીબી લાલ, સુરદ્શન પટનાયકને પદ્મ વિભૂષણ સ્વ.કેશુભાઈ પટેલને પદ્મભૂષણ પુરસ્કાર : સ્વ.નરેશ કનોડિયા અને સ્વ.મહેશ કનોડિયાને સંયુક્ત પદ્મશ્રી પુરસ્કાર : દાદુદાન ગઢવીને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત

નવી દિલ્હી : દેશમાં વર્ષે કોઇને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી નથી જોકે 119 લોકોને પદ્મ પુરસ્કાર, 7 લોકોને પદ્મ વિભૂષણ અને 10 લોકોને પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરાયા છે

જાપાનના પ્રધનમંત્રી શિંજો આબે, મૌલાના વહીદુદ્દીન ખાન, બીબી લાલ, સુરદ્શન પટનાયકને પદ્મ વિભૂષણ આપવાની જાહેરાત કરાઇ છે. પૂર્વ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન, પ્રધાનમંત્રીના પૂર્વ મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રા, પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન(મરણોપરાંત), અસમના પૂર્વ મુખ્યમંત્રી તરૂણ ગોગોઈ(મરણોપરાંત) અને ધર્મગુરૂ કલદી સાદિક(મરણોપરાંત) સહિત 10ને પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે

સ્વ.કેશુભાઈ પટેલને પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરાયા છે. તો સ્વ.નરેશ કનોડિયા અને સ્વ.મહેશ કનોડિયાને સંયુક્ત પદ્મશ્રી પુરસ્કાર અપાયો છે. જ્યારે દાદુદાન ગઢવીને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા છે

જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબે, સિંગર એસપી બાલાસુબ્રમણ્યમ, સેન્ડ કલાકાર સુદર્શન સાહુ, પુરાતત્વવિદ બીબી લાલને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે

પૂર્વ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન, પીએમના પૂર્વ પ્રધાન સચિવ નૃપેન્દ્ર મિશ્રા, પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન (મરણોપરાંત), આસામના પૂર્વ સીએમ તરુણ ગોગોઈ (મરણોપરાંત) અને ધર્મગુરુ કલદી સાદિક (મરણોપરાંત) સહિત 10 હસ્તીઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે

  પદ્મ શ્રી પુરસ્કાર મેળવનારમાં ગોવાના પૂર્વ રાજ્યપાલ મૃદુલા સિન્હા, બ્રિટીશ ફિલ્મ નિર્દેશન પીટર બ્રૂક, ફાધર વેલ્સ (મરણોપરાંત), પ્રોફેસર ચમન લાલ સપ્રૂ (મરણોપરાંત)નું નામ સામેલ છે

 

(10:47 pm IST)