મુખ્ય સમાચાર
News of Tuesday, 26th January 2021

' કોઈ લૌટા દે મેરે બીતે હુવે દિન ' : વૃદ્ધાવસ્થામાં થતા અલ્ઝાઇમર સહિતના રોગો ઉપર કાબુ મેળવી શકાશે ? : પ્રાયોગિક ધોરણે વિજ્ઞાનને મળેલી સફળતા : વૃદ્ધાવસ્થામાં મગજને સંદેશો પહોંચાડતા હોર્મોન્સનું વધતું પ્રમાણ રોગોને નોતરે છે : વૃધ્ધ મનુષ્યો તથા વૃધ્ધ ઉંદરો ઉપર હોર્મોન્સનું પ્રમાણ ઘટાડવા માટે પ્રયોગો કરાયા : તેઓમાં જુવાન જેવી યાદશક્તિ અને તંદુરસ્તી આવેલી જોવા મળી : હજુ ઘણા પ્રશ્નો અનુત્તર : નેચર જર્નલનો અહેવાલ

યુ.એસ. : વૃદ્ધાવસ્થામાં મનુષ્યોને અલ્ઝાઇમર સહીત અનેક પ્રકારના રોગો થતા જોવા મળે છે.જેના વિષે કરાયેલા સંશોધનોમાં જાણવા મળ્યા મુજબ તેનું મુખ્ય કારણ વૃદ્ધાવસ્થામાં મગજને સંદેશો પહોંચાડતા હોર્મોન્સનું વધતું પ્રમાણ જવાબદાર છે.

આથી વૈજ્ઞાનિકોએ  વૃધ્ધ મનુષ્યો  તથા વૃધ્ધ ઉંદરો  ઉપર હોર્મોન્સનું પ્રમાણ ઘટાડવા માટે પ્રયોગો કર્યા હતા.જેમાં સફળતા જોવા મળી છે.જે મુજબ  મગજને સંદેશો પહોંચાડતા હોર્મોન્સનું પ્રમાણ અટકાવી દેવાતા તેઓમાં જુવાન જેવી યાદશક્તિ તથા તંદુરસ્તી જોવા મળી હતી.

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ન્યુરોલોજીના પ્રોફેસર રેન્ડ્રીસે જણાવ્યા મુજબ
અમારું અધ્યયન સૂચવે છે કે અસ્થિર બળતરા અને વૃદ્ધાવસ્થામાં થતા રોગો  કાયમી હોઈ શકે નહીં, તેમાં ઘટાડો  થઈ શકે છે, તેવું અભ્યાસમાં જણાયું છે.

જોકે સંશોધન હજુ પ્રાયોગિક ધોરણે છે.હજુ ઘણા પ્રશ્નો અનુત્તર છે.તેથી આગળ જતા સંશોધન દ્વારા હોર્મોન્સને અટકાવી દેવામાં સફળતા મળી શકે છે.તેવું ફર્સ્ટપોસ્ટ દ્વારા જાણવા મળે છે.

(9:16 pm IST)