મુખ્ય સમાચાર
News of Thursday, 26th November 2020

અયોધ્યામાં મોક્ષ પ્રાપ્તી માટે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓએ પંચ કોશી પરિક્રમા કરી

કોરોનાને કારણે સ્થાનીક લોકો અને સાધુ - સંતોને જ પ્રવેશ અપાયો

અયોધ્યા,તા. ૨૬: અયોધ્યામાં ચૌદ કોશી પરિક્રમાના ઠીક એક દિવસ બાદ પંચ કોસી પરિક્રમા શરૂ થાય છે. ગઇ કાલે દેવ દીવાળીના પર્વેથી લગ્ન સહીત બધા શુભકાર્યો ફરી શરૂ થયા છે. સાથે જ અયોધ્યામાં બ્રહ્મ મુર્હતથી પંચ કોશી પરિક્રમા શરૂ થઇ ગઇ છે.

પંચ કોશી પરિક્રમામાં આ વર્ષે કોરોનાના કારણે અયોધ્યાના સ્થાનીક લોકો અને સાધુ-સંતો જ સામેલ થયા છે. બહારના શ્રધ્ધાળુઓને તંત્ર દ્વારા પહેલા જ પ્રતિબંધ લગાવાયો હતો.

રામ નગરી અયોધ્યામાં પંચ કોશી એટલે કે ૧૫ કિલોમીટરની પરિક્રમા પરિધિ પવિત્ર સરયુ નદીમાં સ્નાન ધ્યાનની શરૂ થાય છે અને આ પરિક્રમાને તિથીની અંદર પૂર્ણ કરાય છે. પરિક્રમામાં ભગવાન શ્રીરામના અયોધ્યાના જન્મસ્થળ સહિત ૬ હજાર દેવી -દેવતાઓના પ્રમુખ મંદીરો-મઠો સ્થિત છે. જેની પરિક્રમા ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.

રામ જન્મભૂમિના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસજીએ જણાવેલ કે પંચ કોશી પરિક્રમા પ્રાચીન પરંપરા છે. આ પરિક્રમાનું ખૂબ જ મહત્વ છે. પરિક્રમાથી શરીરની બુરાઇઓ નષ્ટ પામે છે અને મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે.

પંચ કોશી પરિક્રમા અયોધ્યાના સરયુ ઘાટથી શરૂ થઇ હનુમાન ગુફા, રામ મંદિર નિર્માણ કાર્યશાળા, મોટી છાવણી, મહર્ષી આશ્રમ સહિતના સ્થળેથી થઇ સરયુ ઘાટ ખાતે પૂર્ણ થાય છે.

(4:06 pm IST)