મુખ્ય સમાચાર
News of Thursday, 26th November 2020

આ વર્ષે રામ વિવાહ જનકપુરીમાં નહીં અયોધ્યામાં જ

રામમંદિર નિર્માણ માટે દાન એકત્ર કરવાની પ્રક્રિયા ૧૪ જાન્યુઆરીથી થશે શરૂ

અયોધ્યા,તા. ૨૬: રામમંદિરના નિર્માણ માટે ભૂમિપૂજનની જેટલી ભવ્ય તૈયારીઓ હતી તેટલો જ ભવ્ય એક ઇતિહાસ રચશે. રામ મંદિર નિર્માણ માટે અત્યારે હિન્દુ આગેવાની સંસ્થાઓ અત્યારે દાન એકત્ર કરવાની કામગીરીમાં મચી પડ્યા છે, ઉત્ત્।રપ્રદેશમાં બનનાર રામ મંદિર વૈશ્વિક ઓળખ ધરાવશે તેવી જાહેરાત થવાની સાથે તેની વિશાળતા અને મહાનતા કેટલી હશે તે પણ નક્કી થઈચુકયું હતું. રામંદિરના નકશાને લઈને જયારે ભૂમિપૂજનનો સમય નજીક હતો ત્યારે વિશ્લેષકોએ પણ આ રામ મંદિરને ઇતિહાસ બનાવશે તેવું અનુમાન કર્યું છે.

વિહિપના આગેવાનો અને આર.એસ.એસ.ના આગેવાનો દાન ભેગું કરવાની પ્રક્રિયા સંક્રાતિ થી કરશે અને જે ફેબ્રુઆરી સુધી ચાલશે. આ દાન ભેગું કરવામાં ઉત્ત્।રપ્રદેશના અંદાજે ૧.૩૫ કરોડ પરિવાર ૧૦૦-૧૦૦ રૂપિયા લેખે દાન આપશે. આવી જ રીતે દેશભરમાંથી ૭ અરબ રૂપિયાનું દાન એકત્ર કરવાની યોજના છે.

કોરોનાને લીધે રામમંદિરે રામ વિવાહ પણ નથી થઈ શકયું. દરવર્ષે અયોધ્યાથી નેપાળ જંકપુરી જાન જતી અને ત્યાંથી સીતાજી સાથે વિવાહ બાદ રામજી મંદિરે જાન પાછી આવતી પરંતુ આ વર્ષે કોરોનાને લીધે શકી બન્યું નથી. આ સમગ્ર આયોજનમાં વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રિય મંત્રી રાજેન્દ્ર સિંહ પંકજે જણાવ્યુ હતું કે ભકતો માટે આ વર્ષે રામ વિવાહનું આયોજન અયોધ્યામાં જ થશે. અને ભકતોને એનો લાભ ઓનલાઈન મળી શકશે.

(2:29 pm IST)