મુખ્ય સમાચાર
News of Thursday, 26th November 2020

સરકારે લક્ષ્‍‍મી વિલાસ બેન્કનાં શેર ટ્રેડિંગ પર રોક લગાવી : મર્જરને મંજૂરી અપાતા બેન્કના શેરોનું ટ્રેડિંગ સસ્પેન્ડ કર્યું

લક્ષ્‍મી વિલાસ બેન્કના શેરનું ટ્રેડિંગ 26 નવેમ્બરથી સસ્પેન્ડ જાહેર

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે લક્ષ્‍મી વિલાસ બેન્ક અને ડીબીએસ ઇન્ડિયા બેન્કના મર્જરને મંજૂરી આપી દીધી છે. આ કારણે હવે 26 નવેમ્બર એટલે કે આજથી બેન્કના શેરોનું ટ્રેડિંગ સસ્પેન્ડ કરી દીધું છે. નેશનલ સ્ટોક એક્સચેન્જે જણાવ્યું હતું કે લક્ષ્‍મી વિલાસ બેન્કના શેરનું ટ્રેડિંગ 26 નવેમ્બર એટલે કે 25 નવેમ્બરે માર્કેટ બંધ થાય બાદથી સસ્પેન્ડ થઇ જશે. અત્રે નોંધનીય છે કે આવતીકાલથી લક્ષ્‍મી વિલાસ બેન્ક અને ડીબીએસ ઇન્ડિયા એક થઇ રહ્યા છે.

કેબિનેટ મિનિસ્ટર પ્રકાશ જાવડેકરે કહ્યું કે લક્ષ્‍મીવિલાસ બેંક પાસે 20 લાખ ખાતાધારકો છે, તેઓને સુરક્ષા મળશે. હવે તેઓ જ્યારે ઇચ્છે ત્યારે દૂર કરી શકે છે. તેમણે કહ્યું કે લક્ષ્‍મી વિલાસ બેંકના 4000 કર્મચારીઓની નોકરી પણ સુરક્ષિત રહેશે. કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને કેબિનેટના નિર્ણયો વિશે જણાવ્યું હતું. જાવડેકરે કહ્યું કે કેન્દ્રીય કેબિનેટે મુશ્કેલીમાં મૂકાયેલી લક્ષ્‍મીવિલાસ બેંકનાં ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયા લિમિટેડમાં મર્જ કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. તેમજ એટીસીમાં એફડીઆઈને પણ મંજૂરી આપવામાં આવી છે.

ભારતીય રિઝર્વ બેન્કે 17 નવેમ્બરે દક્ષિણ ભારત કેન્દ્રીત લક્ષ્‍મી વિલાસ બેન્કને એક મહિનાના મોરેટોરિયમમાં મુકી હતી. આરબીઆઈએ બેન્કને આદેશ આપ્યો હતો કે આગામી એક મહિના સુધી બેન્કમંથી કોઈ ગ્રાહક 25 હજારથી વધુનો ઉપાડ કરી શકશે નહીં. કટોકટીની સ્થિતિમાં બેન્કમાંથી 5 લાખ રૂપિયા કાઢી શકાય છે. સારવાર, લગ્ન, શિક્ષણ અને અન્ય જરૂરી કામો માટે આ રકમ ઉપાડી શકાય છે, પરંતુ તે માટે ગ્રાહકોએ પૂરાવા આપવા પડશે.

(1:01 pm IST)