મુખ્ય સમાચાર
News of Thursday, 26th November 2020

ટુંકા કપડા પહેરવા અને દારૂ પીવા ઇન્કાર કરતા મહિલાને પતિએ ટ્રીપલ તલ્લાક આપ્યા

પટણા : બિહારના પટણામાં રહેતી એક મહિલાએ દિલ્હીમાં ત્રણ તલ્લાક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. મહિલાએ જણાવેલ કે ટુંકા કપડા નહીં પહેરવા અને દારૂ નહીં પીવા બદલ પતિએ ત્રણ તલ્લાક આપી ઘરેથી કાઢી મૂકી હતી. મહિલાના પિયર બહરીન છે. ૧૦ ઓકટોબરે મહિલા આયોગમાં પણ ફરિયાદ કરેલ.

ફરિયાદ દાખલ થતા તેની સાસુએ પટણા સ્થિત ઘરેથી તેને સામાન કાઢી આપ્યો હતો. મહિલાએ જણાવેલ કે ટ્રીપલ તલ્લાક બાદ તેનો પતિ બીજા લગ્નના ચક્કરમાં છે. તે પતિની સાથે જ રહેવા માંગે છે. જો કે મહિલા આયોગના કાઉન્સીલીંગમાં તેના સસરા પક્ષના લોકો હાજર રહ્યા ન હતા.

મહિલાના લગ્ન ૪ વર્ષ પહેલા દિલ્હીના વેપારી ઇમરાન  મુસ્તફા સાથે થયેલ. લગ્નમાં ૧૩ લાખની ગીફટ પણ અપાઇ હતી. નિકાહ પછી પતિ તેને ટૂંકા કપડા પહેરી પાર્ટીઓમાં આવવા  અને દારૂ પીવા પણ દબાણ કરતો હતો. મહિલા ઇન્કાર કરતી. બે વખત ગર્ભપાત પણ કરાવાયેલ.

(12:52 pm IST)