મુખ્ય સમાચાર
News of Thursday, 26th November 2020

કોવિદ -19 સામેની લડત માટે ભૂટાન સરકારને 15 આધુનિક વેન્ટિલેર આપવાની યુ.એસ.સરકારની ઘોષણાં : કોવિદ -19 ના નિદાન માટે લેબોરેટરી ,ક્લિનિક સારવાર ,વોલન્ટિયર્સને આરોગ્ય ટ્રેનિંગ ,સહીત સુવિધાઓ માટે 1 મિલિયન ડોલરની સહાય આપવાની તૈયારી : ભારત ખાતેના અમેરિકાના રાજદૂત કેનેથ જસ્ટરે સમાચાર સૂત્રોને આપેલી માહિતી


ન્યુદિલ્હી : યુ.એસ. સરકારે યુ.એસ.એજન્સી ફોર ઇન્ટર નેશનલ ડેવલપમેન્ટ ( USAID ) મારફત રોયલ ગવર્નમેન્ટ ઓફ ભુતાનને   કોવિદ -19 ની લડત સામે રક્ષણ આપવા 15 આધુનિક વેન્ટિલેટરનું ડોનેશન આપવાની ઘોષણા કરી છે.

આ અંગે ભારત ખાતેના અમેરિકાના રાજદૂત કેનેથ જસ્ટરે માહિતી આપતા જણાવ્યું હતું કે તેઓ કોવિદ -19 સામે રક્ષણ આપવા પોતાના સમર્થક દેશોને  તમામ પ્રકરની સહાય આપવા કટિબદ્ધ છે.જે વોલન્ટિયર્સને કોવિદ -19 સામે રક્ષણ આપશે.તેમજ આ લડત માટે રોયલ  ગવર્નમેન્ટ ઓફ ભુતાનને 1 મિલિયન ડોલરની ગ્રાન્ટ  આપવાની એપ્રિલ માસમાં યુ.એસ.સરકારે ઘોષણા કરી હતી.જેનાથી કોવિદ -19 સંજોગો વચ્ચે પણ વ્યવસાય તેમજ ઉદ્યોગોને વિકાસ કરવાની તક મળી શકે.

સપ્ટેમ્બર માસમાં પણ ભૂટાન સરકારને યુ.એસ.સરકારે 2 લાખ માસ્ક ભેટ આપ્યા હતા જેથી આબાલ વૃદ્ધ , તેમજ ગર્ભવતી મહિલાઓ સહીત તમામને કોવિદ -19 સામે રક્ષણ મળી શકે.

યુ.એસ.સરકાર યુ.એસ.એ.આઈ.ડી. તથા યુ.એસ.ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસ એજન્સી ,યુ.એસ.સેન્ટર ફોર ડીસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન ,તથા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ ,સહિતના માધ્યમ દ્વારા રોયલ ગવર્નમેન્ટ ઓફ ભુતાનને આરોગ્ય સેવાઓ આપવા માટે કટિબદ્ધ છે તેવું ભારત ખાતેના યુ.એસ.દૂતાવાસે જણાવ્યું હતું.

વિશેષ માહિતી માટે https://www.usaid.gov/coronavirus-cohttps://www.usaid.gov/coronavirus-covid-19 દ્વારા સંપર્ક સાધવા  ભારત ખાતેના યુ.એસ.દૂતાવાસે જણાવ્યું છે.

(12:51 pm IST)