News of Monday, 26th October 2020
13 માંથી 10 બેઠક ભાજપના ફાળે: લેહ સ્વાયત્ત પરિષદના પરિણામો જાહેર: ભાજપ સડસડાટ આગળ ભાગ્યો જાય છે
જમ્મુ: ભારતીય જનતા પાર્ટી "લેહ સ્વાયત્ત હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ"ની ચૂંટણીમાં ફરી એકવાર મોટી જીત તરફ આગળ વધી રહી છે. અત્યાર સુધીમાં જાહેર કરવામાં આવેલી 13 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 10 બેઠકો જીતી લીધી છે, જ્યારે કોંગ્રેસને માત્ર બે બેઠકોથી સંતોષ માનવો પડયો છે. અન્ય એક નિર્દય ઉમેદવારનો વિજય થયો છે. માટે કુલ 26 બેઠકો પર ચૂંટણી લડવામાં આવી હતી. બપોરે મતગણતરી ચાલુ હતી.
(5:00 pm IST)