મુખ્ય સમાચાર
News of Wednesday, 25th May 2022

પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કહ્યું -ભારતે યાસીન મલિકને ખોટા આરોપમાં ફસાવ્યા

તેણે બફાટ કરતા કહ્યું - યાસીન મલિક ભારતીય અધિકૃત જમ્મુ અને કાશ્મીરના હુર્રિયત નેતાઓમાં એક અગ્રણી અવાજ

નવી દિલ્હી : યાસીન મલિકની સજા બાદ પાકિસ્તાનના તમામ રાજકીય પક્ષોમાં હલચલ મચી ગઈ છે અને બધા મલિકના સમર્થનમાં બોલી રહ્યા છે.

 પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કહ્યું છે કે ભારતે યાસીન મલિકને ખોટા આરોપમાં ફસાવ્યા છે. તેણે ટ્વિટ કર્યું, ‘હું યાસીન મલિકને બનાવટી આરોપોમાં ભારતીય અદાલત દ્વારા ખોટી રીતે દોષિત ઠેરવવાની સખત નિંદા કરું છું. યાસીન મલિક ભારતીય અધિકૃત જમ્મુ અને કાશ્મીરના હુર્રિયત નેતાઓમાં એક અગ્રણી અવાજ છે. ભારત દ્વારા તેને દાયકાઓથી હેરાન કરવામાં આવી રહ્યો છે અને તેના નિશ્ચયને આ રીતે ડગાવી શકાય નહીં.

(12:13 am IST)