News of Friday, 26th February 2021
આસામમાં ચૂંટણી સભા સંબોધતા ગૃહમંત્રી
ચૂંટણી સમયે જ કોંગ્રેસ દેખાય છે, એ પહેલા દિલ્હીમાં મોજ કરે છે : અમિતભાઇ
ગુહાવટી : આસમમાં બોરડુઆ અને નૌગાંવમાં ચૂંટણી રેલીમાં ગૃહમંત્રી અમિતભાઇએ જણાવેલ કે આંદોલનના સમયે જે કોંગ્રેસે યુવા ઉપર ગોળીઓ ચલાવી, તેમને જીતાડવા આંદોલન કરનાર અલગ-અલગ નામથી ભાજપના મત કાપવા ઉભા રહ્યા છે.
કોંગ્રેસનું નામ લીધા વગર અમિતભાઇએ જણાવેલ કે જે અજમલેની સાથે બેઠા છે, તે ઘુષણખોરી ન રોકી શકે તેમણે જણાવેલ કે કોંગ્રેસ ચૂંટણીના સમયે જ દેખાઇ છે, એ પહેલા દિલ્હીમાં મોજ કરે છે.
(11:31 am IST)