મુખ્ય સમાચાર
News of Wednesday, 25th November 2020

ભારતીય નૌસેનાનું વ્યૂહાત્મક પગલું : અમેરિકન ફર્મ પાસેથી નૌકાદળે લીઝ ઉપર બે પ્રિડેટર ડ્રોન લીધા

પૂર્વી લદ્દાખમાં એએલસી તરીકે ઓળખાતા મહાસાગર ક્ષેત્રમાં રાખશે દેખરેખ

નવી દિલ્હી :પૂર્વી લદ્દાખમાં ચીન તરફથી જારી તનાવને પગલે ભારતીય નૌસેનાએ એક મુખ્ય વ્યૂહાત્મક પગલું ભર્યું છે. પૂર્વી લદ્દાખમાં લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) તરીકે ઓળખાતા હિન્દ મહાસાગર ક્ષેત્રમાં દેખરેખ માટે ભારતીય નૌકાદળે અમેરિકન ફર્મ પાસેથી લીઝ પર બે પ્રિડેટર ડ્રોન લીધા છે.

  આ પગલું ચીન સામે ભારત અને અમેરિકાની નવી જુગલબંધીના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. ઉચ્ચ સરકારી સૂત્રોનાં જણાવ્યા અનુસાર આ ડ્રોન નવેમ્બરના બીજા અઠવાડિયામાં ભારત આવ્યા ત્યારબાદ તેમને ૨૧નવેમ્બરના રોજ આઈએનએસ રજાલી બેઝ પર ફ્લાઇટ ઓપરેશન માટે શામેલ કરવામાં આવ્યા હતા. આ ડ્રોનને ભારતીય નૌકાદળ માટે ખૂબ સફળ માનવામાં આવે છે. તેઓએ ફ્લાઈંગ કામગીરી શરૂ કરી દીધી છે. આ ડ્રોન ૩૦કલાકથી વધુ સમય માટે હવામાં ઉડાન કરવાની ક્ષમતા ધરાવે છ

 વિક્રેતા કંપની વતી એક યુએસ સભ્ય પણ તેની કામગીરીમાં નૌકા અધિકારીઓને મદદ કરી રહ્યો છે. આ ડ્રોન એક વર્ષ સુધી ભારતીય નૌકાદળ સાથે કામ કરશે. ત્રણેય ભારતીય દળો યુ.એસ.માંથી આવા વધુ ૧૮ ડ્રોન હસ્તગત કરવાની તૈયારી કરી રહ્યા છે. વ્યૂહાત્મક દ્રષ્ટિએ, આ ડ્રોનને ભારતીય દળો માટે મોટી મદદ માનવામાં આવે છે.

(6:24 pm IST)