મુખ્ય સમાચાર
News of Wednesday, 25th November 2020

લાહુલ-સ્પીટી, સિમલા-મનાલી સહિતના હિલ સ્ટેશન પ્રવાસીઓ માટે એપ્રિલ 2021 સુધી નો એન્ટ્રી ;રાત્રી કર્ફ્યુ લગાવી દેવાયો

કીલોંગ વિસ્તારમાં પણ પબ્લીક મેળાવડાને સત્તા તંત્રએ કલમ 144 હેઠળ પ્રતિબંધીત કરી દીધા

નવી દિલ્હી : હિમાચલ પ્રદેશની લાહુલ સ્પીટી વેલીમાં શિયાળા દરમ્યાન પ્રવાસીઓનો ખૂબ ધસારો હોય છે. જો કે, આ વખતે જેમણે ત્યાં જવાનું આયોજન કર્યુ હોય તેમણે પોતાનીએ ટ્રીપને આવનારા 6 મહિના સુધી મુલત્વી રાખવી પડશે. તાજેતરમાં જ સામે આવ્યું છે કે આ વેલી વિસ્તારમાં કોરોનાના વધતા કેસોને લઈને પ્રવાસીઓની એન્ટ્રી એપ્રિલ 2021 સુધી પ્રતિબંધીત કરી દેવામાં આવી છે. જેના માટે થઈને બહારથી આવતા પ્રવાસીઓને અટકાવવા શીસુ વિસ્તાર પાસે એક પોલીસ ચેકપોસ્ટ પણ ઉભી કરી દેવામાં આવી છે. સાથે જ પ્રવાસીઓને સૂચના પણ અપાઈ છે કે તેઓ અટલ ટનલની મુલાકાત લેવાનું પણ ટાળે. એક અધિકારીએ કહ્યું હતું કે લાહુલ સ્પીટી વેલી વિસ્તારમાં સબઝીરો ટેમ્પરેચર, મેડિકલ ફેસેલીટીનો અભાવ અને હાઈ અલ્ટીટ્યુડ જેવા પ્રશ્નો રહે છે. જેના કારણે પ્રવાસીઓને ચેક કર્યા વગર જવા દેવા તો આ વિસ્તારમાં મોટી ખાનાખરાબી સર્જાઈ શકે છે.

લોકોની બદલાયેલી લાઈફ સ્ટાઈલના કારણે અને હવામાનમાં ફેરફારના કારણે પણ વાયરસની અસર લોકોને વધુ થઈ શકે છે કીલોંગ વિસ્તારમાં પણ પબ્લીક મેળાવડાને સત્તા તંત્રએ કલમ 144 હેઠળ પ્રતિબંધીત કરી દીધા છે. હિમાચલ સરકારે કોરોનાના કારણે સિમલા, લાહુલ-સ્પીટી, કુલ્લુ અને મંડીમાં રાત્રી કર્ફયુ લગાવી દીધા છે. જેનો સીધો અર્થ થાય છે કે હોમસ્ટે અને ટુરીસ્ટ એકોમડેશન પણ સ્પીટી વિસ્તારમાં બંધ રહેશે. જ્યારે બીજી બાજુ હિમાચલના અન્ય ભાગોમાં હોટેલ્સ અને ટુરીસ્ટ પ્રોપર્ટી ઓપરેટીવ રહેશે. વેકેશન અને ખાસ તો હોલી ડે સિઝનને જોતા બાર અને રેસ્ટોરન્ટને રિઓપન કરવા માટે હિમાચલ રાજ્યમાં છૂટ અપી છે

(6:15 pm IST)