મુખ્ય સમાચાર
News of Wednesday, 25th November 2020

કોરોના મહામારીને લઈને ગૃહ મંત્રાલયની નવી ગાઇડલાઇન જાહેર :1 ડિસેમ્બરથી થશે અમલ

કેન્ડર્સ સાથે પરામર્શ વિના કોઈ રાજ્યો કે કેન્દ્રસાશિત પ્રદેશ લોકડાઉન જાહેર કરી શકશે નહીં :બજારોમાં ભીડને કાબૂમાં રાખવા ફરજિયાત પગલાં લેવા નિર્દેશ :કેન્ટેન્મેન્ટ ઝોનમાં આવશ્યક પ્રવૃત્તિ માટે જ મંજૂરી

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. રાજધાની દિલ્હીમાં રોજ કોરોનાના 7 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. તહેવારો દરમિયાન બજારોમાં જોવા મળેલી ભીડએ પણ કોરોના ફેલાવવાનું એક મુખ્ય કારણ હતું. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રાલયે બુધવારે કોરોનાને લઈને નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. ગૃહ મંત્રાલયે ચેકીંગ, નિયંત્રણ અને સાવધાની માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. સરકારની આ માર્ગદર્શિકા 1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.

ગૃહ મંત્રાલયે રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના વાયરસની રોકથામ માટે કડક પગલા લેવા, ભીડને કાબૂમાં રાખવા ફરજિયાત પગલાં લેવા નિર્દેશ આપ્યો છે. આ સાથે જ કંટેનમેંટ ઝોનમાં ડિસેમ્બર માસ દરમિયાન કડકાઈ રહેશે. કંટેનમેંટ ઝોનમાં જાહેર કરેલા નિયમનું પાલન યોગ્ય રીતે થાય તેની જવાબદારી જિલ્લા વહિવટી તંત્ર, પોલીસ અને નગરપાલિકાના અધિકારીઓની રહેશે.

આ સિવાય કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કર્યા વિના કોઈપણ રાજ્ય સરકાર કે કેન્દ્ર શાસિત પ્રદેશ લોકડાઉન જાહેર કરી શકશે નહીં. તે વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે

(5:25 pm IST)