મુખ્ય સમાચાર
News of Sunday, 25th October 2020

ભારતમાં ક્યાંય PoK છે તો તે પીએમ મોદીની નિષ્ફળતા: દશેરા રેલીમાં ઉદ્ધવ ઠાકરેના પ્રહાર

કંગના, રાજ્યપાલ અને ભાજપ સરકારની નીતિ સામે નિશાન સાધ્યું

મુંબઈ : શિવસેનાની વાર્ષિક દશેરા રેલી રવિવારે દાદર સ્થિત સાવરકર ઓડિટોરિયમ ખાતે યોજાઈ ગઈ. આ તકે સીએમ ઉદ્ધવ ઠાકરે એ પોતાના સંબોધનમાં પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. તેમને જણાવ્યું હતું કે ભારતમાં જો ક્યાંય PoK છે તો તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નિષ્ફળતા છે. તેની સાથે જ ઉદ્ધવ સરકારે રાજ્યપાલ ભગત સિંહ કોશયારી પર પણ નિશાન સાધ્યું છે. ઉદ્ધવ ઠાકરે એ તેમને કાલી ટોપી પહેનનાર વ્યક્તિ તરીકે બોલાવ્યા હતા

ઉદ્ધવ ઠાકરે એ કહ્યું હતું કે આજે તેમને દશેરા રેલીમાં દશેરા રેલીમાં કરવામાં આવેલા મોહન ભાગવતના ભાષણ સાંભળવા કહીયે. જેમાં તેમને કહ્યું હતું કે હિન્દુત્વનો અર્થ મંદિરોમાં કરવામાં આવતી પૂજા નથી અને તમે હંમેશા કહેતા રહો છો કે તમે મંદિર નહિ ખોલો તો ધર્મનિરપેક્ષ બની જાઓ છો. જો તમે કાલી ટોપીની નીચે કોઈ મગજ ધરાવો છો તો મુખ્ય ભાષણને સાંભળો. અમે હંમેશા ઇચછિયે છીએ કે મોહન ભાગવત દેશના રાષ્ટ્રપતિ બને પરંતુ તેઓ એમ નથી ઇચ્છતા.

ઉદ્ધવ ઠાકરે એ ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું કે તેઓ મારી સરકાર ઉથલાવવા માંગે છે. પરંતુ હું સૂચિત કરી દઉં કે પહેલા પોતાની સરકાર બચાવો. હું અપીલ કરું છું કે બિહારના લોકો તમારી આંખો ખોલે અને વોટ કરે. તેમણે કહ્યું કે હું મરાઠા, ઓબીસી સમુદાય માટે ન્યાય ઈચ્છું છું. મારો તમે તમામને અનુરોધ છે કે અલગ ન થાઓ. આપણે મહારાષ્ટ્ર માટે સંયુક્ત રહેવાનું છે.

કંગના નિશાન સાધતા સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આજે આપણે દસ ચહેરાના પ્રતીકાત્મક રાવણ સળગાવીએ છીએ. એક ચહેરાનું કહેવું છે કે મુંબઈ પીઓકે છે. હું કહેવા મંગુ છું કે આર્ટિકલ 370 હતી ચુક્યો છે. જો હિમ્મત કરો તો ત્યાં જમીન ખરીદવાની હિંમત કરો. તમે અહીં રોજગાર માટે આવો છો અને મુંબઈને બદનામ કરો છો. મુંબઈ પોલીસને કેમ બદનામ કરો છો? આ એજ પોલીસ છે જેમણે તમારી રક્ષા માટે પોતાના જીવ કુરબાન કાર્ય છે. પીઓકે સાથે મુંબઈની સરખામણી કરવી પીએમ નરેન્દ્ર મોદીનું અપમાન છે.

સીએમએ કહ્યું કે આપણા દેશમાં જે વાતો ચાલી રહી છે તે ખૂબ જ દુઃખદ છે. કોરોનાને ભૂલીને ભાજપ જુદા જુદા રાજ્યોની સરકારને પાડવા જ બેઠી છે. મારે લોકડાઉન જોઈતું નથી, પરંતુ વર્તમાન પરિસ્થિતિ જુઓ. કેન્દ્ર સરકાર બિહારમાં નિઃશુલ્ક રસી આપવા જઇ રહી છે, ત્યારે મહારાષ્ટ્રના લોકો બાંગ્લાદેશ કે પાકિસ્તાનમાં વસવાટ કરી રહ્યા છે.

(11:57 pm IST)