મુખ્ય સમાચાર
News of Sunday, 25th September 2022

રાજસ્થાન કોંગ્રેસમાં જબરું રાજકારણ ખેલાઈ રહ્યું છે: સચિન પાયલોટને સીએમ બનાવવા તૈયાર નથી': મંત્રી શાંતિ ધારીવાલના ઘરે ગેહલોત કેમ્પના ૮૨ ધારાસભ્યો એકત્ર : સચિન પાયલોટ ગેહલોતના નિવાસસ્થાને પહોંચ્યા

આ લખાય છે ત્યારે રાત્રે 9:15 વાગે સચિન પાયલોટ અશોક ગેહલોતના નિવાસ સ્થાને નવા મુખ્યમંત્રી બાબતે ચર્ચા કરવા પહોંચી ગયા છે

બિહારમાં કોંગ્રેસમાં આંતરિક યુદ્ધ જામ્યું છે હાલના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પત્રકાર પરિષદ યોજીને જાહેર કર્યું છે કે પોતે રાજીનામું આપવા તૈયાર નથી તે વાત સદંતર જુઠી છે મીડિયા રાજ છવાઈ ગયું છે. દરમિયાન ગેલોત જૂથ દ્વારા કેબિનેટ મંત્રી શાંતિ ધારીવાલના નિવાસસ્થાને લગભગ ૮૨ કોંગી ધારાસભ્યો એકત્ર થયા છે અને ભૂતકાળમાં કોંગ્રેસને દગો આપી બળવું કરવા તૈયાર થયેલા સચિન પાયલોટ ને મુખ્યમંત્રી બનાવવા સામે જબરજસ્ત વિરોધ દર્શાવી રાજીનામા આપવા ત્યારે રાત્રે અધ્યક્ષના નિવાસસ્થાને જવા રવાના થઈ રહયાની પણ ભારે ચર્ચા છે. કહેવાય છે કે ગેહલોત દ્વારા જબરી પ્રેસર ટેકટીક: રાજસ્થાનમાં મુખ્યમંત્રી બદલવાની ચર્ચા વચ્ચે કોંગ્રેસે આજે ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે ત્યારે સચિન પાયલટની મુશ્કેલીઓ વધી રહી છે: કોંગ્રેસની આ સત્તાવાર બેઠકમાં થોડા ઘણા ધારાસભ્યોની હાજરી જોવા મળે છે.

 

(9:28 pm IST)