મુખ્ય સમાચાર
News of Saturday, 24th September 2022

નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસ :હવે તેલંગાણા અને આંધ્રપ્રદેશના ચાર કોંગ્રેસીઓને ઇડીની નોટીસ

ત્રણેય નેતાઓએ નોટિસ ન મળી હોવાનું જણાવ્યું :આ કેસમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની પણ ઈડીએ પૂછપરછ કરી હતી

નવી દિલ્હી :  નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે તેલંગાણા અને આંધ્રપ્રદેશના ચાર કોંગ્રેસી નેતા સુદર્શન રેડ્ડી, શબ્બીર અલી, અંજન યાદવ અને જે ગીથા રેડ્ડીનેને નોટિસ પાઠવી હતી. જોકે ત્રણેય નેતાઓએ નોટિસ ન મળી હોવાનું જણાવ્યું હતું. આ કેસમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની પણ ઈડીએ પૂછપરછ કરી હતી.

  આ નેતાઓને આવતા અઠવાડિયે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. રાહુલ તથા સોનિયા ગાંધીની આ કેસના સંદર્ભમાં પૂછપરછ થઈ ચૂકી છે. જોકે સુદર્શન રેડ્ડી, શબ્બીર અલી, અંજન કુમાર યાદવ અને જે ગીથા રેડ્ડીએ પોતાને કોઈ નોટિસ જ નથી મળી એવું જાહેર કર્યું છે. બીજી તરફ અધિકારીઓનું કહેવું છે કે, ત્રણેયને નોટિસ મોકલી દેવાઈ છે.

  આ પહેલાં કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારને પણ ઈડીએ નોટિસ આપીને પૂછપરછ કરી હતી. નેશનલ હેરાલ્ડ કંપની સાથે શિવકુમારે કરેલા કેટલાક વ્યવહારો અંગે મને પૂછપરછ કરવામાં આવી હતી. શિવકુમારે પોતાની સંપત્તિ અને જવાબદારીઓ વિગતવાર સમજાવવા માટે એજન્સી પાસેથી વધુ સમય માગ્યો હતો.

(12:34 am IST)