મુખ્ય સમાચાર
News of Sunday, 25th July 2021

ટી-20ની પ્રથમ મેચમાં ભારતે 38 રને શ્રીલંકાને હરાવ્યું : ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી

પૃથ્વી શૉ અને વરૂણ ચક્રવર્તી ટી 20 ઈંટરનેશનલમાં ડેબ્યૂ : સુર્યકુમાર યાદવે 34 બોલમાં ફિફટી ફટકારી

ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે ત્રણ ટી-20 શ્રેણીની પ્રથમ મેચ રમાઇ હતી. જેમા શ્રીલંકાએ ટોસ જીતી પહેલા ભારતને બેટિંગ કરવાનો આમંત્ર આપ્યો હતો. ભારતીય ટીમે પહેલી ઈનિંગમાં 5 વિકેટના નુકસાને 164 રન કરી શ્રીલંકાને જીતવા માટે 165 રનનો લક્ષ્‍ય આપ્યો હતો. આ મેચ ભારતે 38 રનથી જીતી લીધી છે.ભવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી હતી

ભારતની શરુઆત ખરાબ રહી હતી. મેચની શરુઆતના પ્રથમ બોલ પર જ ભારતે પ્રથમ વિકેટ પૃથ્વી શોના રુપમાં ગુમાવી હતી. ભારતે શૂન્ય રને વિકેટ ગુમાવીને મેચને સંજૂ સેમસને ઝડપ થી રમીને સ્કોર બોર્ડને આગળ વધાર્યુ હતુ. જોકે સેમસન ટીમના 51 રનના સ્કોર પર બીજી વિકેટ ના રુપમાં પેવેલિયન પરત ફર્યો હતો. સેમસને 20 બોલમાં 27 રન કર્યા હતા. સૂર્યકુમાર યાદવે ફીફટી લગાવી હતી. તેણે 34 બોલમાં 50 રન કર્યા હતા. આ દરમ્યાન તેણે 2 છગ્ગા લગાવ્યા હતા.

કેપ્ટન શિખર ધવન સેટ થયા બાદ મોટો શોટ રમવા ના પ્રયાસમાં વિકેટ ગુમાવી બેઠો હતો. તેણે 36 બોલમાં 46 રન કર્યા હતા. હાર્દિક પંડ્યા ફરી એકવાર મોટી ઇનીંગ રમી શક્યો નહોતો. તે 12 બોલમાં 10 રન કરીને વિકેટ ગુમાવી બેઠો હતો. ઇશાન કિશને 20 રન કર્યા હતા. કૃણાલ પંડ્યા 3 રન કરીને અણનમ રહ્યો હયો

(11:45 pm IST)