મુખ્ય સમાચાર
News of Wednesday, 25th May 2022

યાસિન મલિકની સજાના વિરોધમાં શ્રીનગરમાં થયો પથ્થરમારો : ઈન્ટરનેટ સેવા કરાઈ બંધ

મૈસુમા વિસ્તારમાં યાસીન મલિક સમર્થકો અને પોલીસ વચ્ચે અથડામણ: યાસીનના સમર્થકોએ સુરક્ષા દળો પર પથ્થરમારો કર્યો : ભીડને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડવાનું શરૂ

શ્રીનગર :  અલગાવવાદી નેતા યાસીન મલીકને ઉમરકેદની સજા સંભળાવી છે. હવે આખી જિંદગી તેને જેલમાં વિતાવવી પડશે. પટિયાલા હાઉસ કોર્ટે યાસીન મલિકને સજા સંભળાવી છે. ટેરર ફંડિંગ કેસમાં યાસિન મલીક હતો સામેલ. 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારાયો છે. અલગ અલગ કેસમાં અલગ દંડ ફટકારાયો છે. ઉમેશ શર્મા વકિલે જણાવ્યું કે પાંચ સજા ફરમાવી છે. હાઈકોર્ટમાં અપીલ કરવાની વાત કહી હતી.

અલગતાવાદી નેતા યાસીન મલિકને સજા સંભળાવવામાં આવે તે પહેલા ઘાટીમાં વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અહીં શ્રીનગરના મૈસુમા વિસ્તારમાં યાસીન મલિક સમર્થકો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. યાસીનના સમર્થકોએ સુરક્ષા દળો પર પથ્થરમારો કર્યો હતો. સાવચેતી રૂપે, સુરક્ષા દળોએ મોરચો સંભાળ્યો અને ભીડને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડવાનું શરૂ કર્યું. વહીવટીતંત્રે શ્રીનગરમાં તાત્કાલિક અસરથી ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. પથ્થરમારાની ઘટના બાદ શહેર પણ બંધ કરી દેવામાં આવ્યું છે.

લોકો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે. આ પહેલા પોલીસે યાસીનના ઘરની બહાર સુરક્ષા વ્યવસ્થા કડક કરી દીધી હતી. અહીં ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે. આ પથ્થરમારો અને પ્રદર્શન યાસીન મલિકના ઘરની બહાર કરવામાં આવી રહ્યું છે.મલિકનું ઘર શ્રીનગર પાસે મૈસુમામાં છે.

યાસીન મલિકે પોતાના તમામ ગુના સ્વિકારી લીધા છે. 1989 -90માં કેટલાય આરોપો લાગ્યા હતા. ભારતીય વાયુ સેનાના 4 અધિકારીઓની નિર્મમ હત્યાનો આરોપ પણ લાગ્યો હતો. ઓચિંતી જ કોર્ટ પરિસરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. રૂબિયા સઈદના બદલે 5 આતંકિઓને છોડવાની ઘટનામાં પણ તેણે ગુનો સ્વીકારી લીધો છે

(11:46 pm IST)