મુખ્ય સમાચાર
News of Wednesday, 25th May 2022

ટેરર ફંડિંગ કેસમાં યાસિન મલિકને આજીવન કેદની સજા : જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ હેડ અને કાશ્મીરી અલગતાવાદી યાસીન મલિક UAPA હેઠળ દોષિત પુરવાર : દિલ્હીની સ્પેશિયલ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) કોર્ટે સજા ફરમાવી

ન્યુદિલ્હી : જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટના વડા અને કાશ્મીરી અલગતાવાદી યાસીન મલિકને બુધવારે દિલ્હીની સ્પેશિયલ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) કોર્ટે ટેરર ફંડિંગના કેસમાં આજીવન કેદની સજા ફટકારી છે.

મલિકને ગેરકાનૂની પ્રવૃતિ નિવારણ અધિનિયમ (UAPA) અને ભારતીય દંડ સંહિતા હેઠળ ગુના માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો .

સ્પેશિયલ જજ પરવીન સિંઘે 19 મેના રોજ મલિકને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળના ગુનાઓ માટે અને ભારતીય દંડ સંહિતા (IPC) માં જોગવાઈ કર્યા મુજબ ભારત વિરુદ્ધ કાવતરું ઘડવાના ગુના માટે દોષિત ઠેરવ્યો હતો.

મલિકને વિવિધ ગુનાઓ માટે આપવામાં આવેલી સજા નીચે મુજબ છે
કલમ 120B IPC - 10 વર્ષની કેદ અને ₹10,000 દંડ;

કલમ 121A IPC - 10 વર્ષની કેદ અને ₹10,000 દંડ;

કલમ 13 UAPA - 5 વર્ષની કેદ;

કલમ 15 UAPA - 10 વર્ષની કેદ;

કલમ 17 UAPA - આજીવન કેદ અને 10 લાખ દંડ;

કલમ 18 UAPA - 10 વર્ષની કેદ અને 10,000 દંડ;

કલમ 20 UAPA - 10 વર્ષની કેદ અને 10,000 દંડ;

કલમ 38, 39 UAPA - 5 વર્ષની જેલ અને 5,000 દંડ.

બધી સજા એકી સાથે ભોગવવાની રહેશે તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:17 pm IST)