મુખ્ય સમાચાર
News of Wednesday, 25th May 2022

એશિયન ગ્રેનિટો ઈન્‍ડિયાનો ચોખ્‍ખો નફો ૬૦ ટકા વધીને રૂ. ૯૧.૮ કરોડ

કંપનીએ સાત ટકા એટલે કે શેરદીઠ રૂ.૦.૭૦ના ડિવિડન્‍ડની ભલામણ કરી

મુંબઇ, તા.૨૫: દેશમાં સૌથી મોટી લક્‍ઝરી સરફેસ અને બાથવેર સોલ્‍યુશન્‍સ બ્રાન્‍ડ્‍સ પૈકીની એક એશિયન ગ્રેનિટો ઈન્‍ડિયા લિમિટેડે (એજીએલ) નાણાંકીય વર્ષ ૨૦૨૨માં ઉત્‍કળષ્ટ નાણાંકીય -દર્શન નોંધાવ્‍યું છે. નોંધપાત્ર વોલ્‍યુમ ગ્રોથ અને સારા રિયલાઈઝેશનના પગલે કંપનીએ માર્ચ, ૨૦૨૨ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ માટે અત્‍યાર સુધીના સર્વોચ્‍ચ વાર્ષિક વેચાણો, એબિટા અને ચોખ્‍ખો નફો નોંધાવ્‍યો છે. કંપનીએ જીવીટી ટાઈલ્‍સ, સેનિટરીવેર અને એસપીસી ફ્‌લોરિંગ સહિતના વેલ્‍યુ એડેડ લક્‍ઝરી સરફેસીસ અને બાથવેર સેગમેન્‍ટમાં વિસ્‍તરણ માટે ભંડોળ મેળવવા રૂ. ૪૪૦.૯૬ કરોડના રાઈટ્‍સ ઈશ્‍યૂ સફળતાપૂર્વક સંપન્ન કર્યો છે. કંપનીએ નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે રૂ. ૧૦ની ફેસ વેલ્‍યુ ધરાવતા પ્રત્‍યેક શેર પર સાત ટકા એટલે કે શેરદીઠ રૂ. ૦.૭૦ ના ડિવિડન્‍ડની ભલામણ કરી છે.

નાણાંકીય વર્ષ ૨૦૨૨ માટે કંપનીએ રૂ. ૧,૫૬૩.૮ કરોડના ચોખ્‍ખા વેચાણો નોંધાવ્‍યા છે જે ગત નાણાંકીય વર્ષ માટે રૂ. ૧,૨૯૨.૩ કરોડના ચોખ્‍ખા વેચાણો કરતાં ૨૧ ટકા વધુ હતા. માર્ચ, ૨૦૨૨ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ માટે એબિટા રૂ. ૧૨૪.૬ કરોડ (એબિટા માર્જિન ૮ ટકા) હતી. નાણાંકીય વર્ષ ૨૦૨૨ માટે ચોખ્‍ખો નફો રૂ. ૯૧.૮ કરોડ (ચોખ્‍ખા નફાનું માર્જિન ૫.૯ ટકા) રહ્યો હતો જે ગત નાણાંકીય વર્ષમાં રૂ. ૫૭.૨ કરોડના ચોખ્‍ખા નફા કરતાં ૬૦.૫ ટકા વધુ હતો (ચોખ્‍ખા નફાનું માર્જિન ૪.૪ ટકા). નાણાંકીય વર્ષ માટે નિકાસો રૂ. ૨૦૪.૯ કરોડ રહી હતી.

(4:04 pm IST)