મુખ્ય સમાચાર
News of Wednesday, 25th May 2022

દિલ્હીના નવનિયુક્ત લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના 26મીએ રાજ નિવાસ ખાતે હોદ્દાની શપથ લેશે

દિલ્હી હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ વિપિન સાંઘી તેમને શપથ લેવડાવશે

નવી દિલ્હી :દિલ્હીના નવનિયુક્ત લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના 26 મેના રોજ  રાજ નિવાસ ખાતે હોદ્દાની શપથ લેશે. અધિકારીઓએ આ માહિતી આપી છે. ખાદી અને ગ્રામોદ્યોગ કમિશન (KVIC)ના ભૂતપૂર્વ અધ્યક્ષ સક્સેનાને સોમવારે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. દિલ્હી હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ વિપિન સાંઘી તેમને શપથ લેવડાવશે.

 અત્રે ઉલ્લેખનીય છે કેદિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર પદેથી અનિલ બૈજલના રાજીનામા બાદ નવા એલજીનું નામ સામે આવ્યું છે. વિનય કુમાર સક્સેનાને દિલ્હીના નવા લેફ્ટનન્ટ ગવર્નર બનાવવામાં આવ્યા છે. સોમવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અનિલ બૈજલનું રાજીનામું સ્વીકારી લીધું હતું અને વિનય કુમાર સક્સેનાને દિલ્હીના નવા લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કર્યા હતા.

  અત્રે ઉલ્લેખનીય છે કે18 મેના રોજ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલે અચાનક રાજીનામું આપી દીધું હતું. બૈજલે રાજીનામા પાછળ અંગત કારણો આપ્યા હતા. લેફ્ટનન્ટ ગવર્નર તરીકેનો તેમનો 5 વર્ષનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2021ના રોજ પૂર્ણ થયો હતો. જોકે, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરનો કાર્યકાળ નિશ્ચિત નથી. દિલ્હીની કેજરીવાલ સરકાર અને પૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ વચ્ચે ઘણી બધી બાબતોને લઈને ટકરાવની વાતો સામે આવતી હતી.

(12:40 am IST)