મુખ્ય સમાચાર
News of Thursday, 25th February 2021

સજાતીય લગ્ન એ મુળભુત અધિકાર નથી : કોર્ટ દ્વારા તેને કાનૂની માન્યતા આપી શકાય નહીં : સમલૈંગિક લગ્નને માન્યતા આપવા દિલ્હી હાઇકોર્ટમાં કરાયેલી અરજીના અનુસંધાને કેન્દ્ર સરકારની એફિડેવિટ

ન્યુદિલ્હી : સમલૈંગિક લગ્નને માન્યતા આપવા હિન્દૂ મેરેજ એક્ટ હેઠળ કરાયેલી અરજીના અનુસંધાને કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટમાં એફિડેવિટ કરી જણાવ્યું હતું કે સજાતીય લગ્ન એ મુળભુત અધિકાર નથી . કોર્ટ દ્વારા તેને કાનૂની માન્યતા આપી શકાય નહીં .

અભિજીત ઐયર અને તેના મિત્રએ કરેલી અરજીના અનુસંધાને કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું હતું  કે ભારતીય દંડ સંહિતાની કલમ  377 હેઠળ હોમોસેક્સ કે સમલૈંગિકતાનો ઉલ્લેખ  હોવા છતાં, સમલૈંગિક લગ્નનો કોઈ મૂળભૂત અધિકાર નથી.તેથી દેશના કાનૂન મુજબ સજાતીય લગ્નને કાનૂની માન્યતા આપી શકાય નહીં.

સમાન લિંગના વ્યક્તિઓને લગ્નની માન્યતા આપવી તે બાબત ભારતીય કુટુંબ એકમ સાથે સુસંગત નથી. પતિ ,પત્ની ,વચ્ચેનો વિજાતીય સબંધ અને તેનાથી થયેલા સંતાનો હિન્દૂ લગ્ન પદ્ધતિ છે. લગ્ન જેવા અંગત સબંધો માત્ર પ્રતિનિધિ સભા દ્વારા માન્ય  કરાયેલ  બંધારણ દ્વારા જ કાયદેસર ગણાય છે. કોર્ટની હકુમતમાં તે આવતું નથી..તેથી સજાતીય લગ્ન માટેની અરજી રદ કરવા કેન્દ્ર સરકારે નામદાર કોર્ટને અનુરોધ કર્યો હતો.  આગામી મુદત 20 એપ્રિલના રોજ રાખવામાં આવી છે. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:57 pm IST)