મુખ્ય સમાચાર
News of Tuesday, 24th November 2020

વાવાઝોડાની અસરથી દ.આંધ્રપ્રદેશ, કેરળ, કર્ણાટક, તેલંગાણા અને કર્ણાટકમાં વરસાદ પડશે

મહારાષ્ટ્ર, ઓડીસ્સા, છતિસગઢ, ઝારખંડના પણ કેટલાક ભાગોમાં વરસાદ પડશેઃ સ્કાયમેટ

નવી દિલ્હીઃ વેધરની ખાનગી સંસ્થા સ્કાયમેટે જણાવ્યું છે કે વાવાઝોડાની અસરથી આંધ્રપ્રદેશ, કેરળ, કર્ણાટક, તેલંગાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઓડીસ્સા, છતિસગઢ સહિતના ભાગોમાં વરસાદ પડશે.

દક્ષિણ ભારતના ભાગોમાં વાવાઝોડુ આગળ વધી રહ્યું છે. આવતીકાલે ૨૫ નવેમ્બરે સવારે અથવા બપોરે તામિલનાડુમાં આજથી મુશળધાર વરસાદ શરૂ થઈ જશે. આ વાવાઝોડુ લેન્ડફોલ કરશે. ત્યારે પવનની ઝડપ ૧૦૦ થી ૧૨૦ કિ.મી.ની ઝડપે તોફાની પવન ફૂંકાશે. દક્ષિણ આંધ્રપ્રદેશમાં પણ જોરદાર વરસાદ પડશે. કેરળ અને કર્ણાટકમાં તેની અસર જોવા મળશે નહી.

આવતીકાલે ૨૫મીએ આ વાવાઝોડુ લેન્ડફોલ કર્યા બાદ આગળ વધશે ત્યારે તેલંગાણા, આંધપ્રદેશ, કર્ણાટક અને કેરળમાં વરસાદ પડશે.

મધ્યભારતમાં ૨૫મીથી બપોરે કે રાત્રીના સમયથી ઓડીસ્સા, છતિસગઢ, મહારાષ્ટ્રમાં તા.૨૫ અને ૨૬ના વરસાદ પડશે. જયારે ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં કેટલીક જગ્યાએ છવાયેલા વાદળો જોવા મળશે. સામાન્ય છાંટાછુટીની શકયતા છે.

જયારે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસરથી ઉત્તર ભારતના જમીની વિસ્તારોમાં વરસાદ જયારે પહાડી વિસ્તારોમાં બરફવર્ષા પડશે.

દિલ્હીમાં કાલે અને ગુરૂવારે વાદળો છવાશે. કયાંક હળવો વરસાદ પડશે.

(1:19 pm IST)