મુખ્ય સમાચાર
News of Tuesday, 24th November 2020

૮૦ વર્ષનો થઇ ગયો છું : ૨૦૧૩થી જેલમાં બંધ છું : હવે તો મને જામીન આપી દયો

આસારામે કરેલી અરજી કોર્ટે સ્વીકારી

જોધપુર,તા. ૨૪: વર્ષ ૨૦૧૩ માં, એક સગીર યુવતીએ જોધપુર નજીકના આશ્રમમાં આસારામ પર દુષ્કર્મ નો આરોપ લગાવ્યો હતો. આસારામની મધ્યપ્રદેશના ઇન્દોરથી ૩૧ ઓગસ્ટ ૨૦૧૩ માં ધરપકડ કરવામાં આવી હતી. આસારામ પર પોસ્કો, જુવેનાઇલ જસ્ટિસ એકટ, દુષ્કર્મ , ગુનાહિત કાવતરું અને અન્ય ઘણા કેસો હેઠળ કેસ દાખલ છે.

જાતીય શોષણ માટે જેલમાં બંધ આસારામ ની જામીન અરજીની સુનાવણીની અરજી જોધપુર કોર્ટે સ્વીકારી લીધી છે. જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયામાં આસારામ ની અરજી પર સુનાવણી થશે. આસારમે તેની વયની દલીલ કરતાં અદાલતમાં સુનાવણીની અરજી કરી હતી.

ન્યાયાધીશ સંદીપ મહેતા અને રામેશ્વરલાલ વ્યાસની ખંડપીઠે આસારામ ની અરજી સ્વીકારી છે. આસારામે કહ્યું હતું કે તે ૮૦ વર્ષનો છે અને ૨૦૧૩ થી જેલમાં છે. આસારામે કોર્ટને કહ્યું હતું કે તેની અપીલની સુનાવણી જલ્દીથી થવી જોઈએ. વરિષ્ઠ વકીલ જગમલ ચૌધરી અને પ્રદીપ ચૌધરી દ્વારા આસારામની અરજી રજૂ કરવામાં આવી હતી.

મહત્વનું છે કે વર્ષ ૨૦૧૩ માં એક સગીર યુવતીએ જોધપુર નજીકના આશ્રમમાં આસારામ પર દુષ્કર્મ નો આરોપ લગાવ્યો હતો. આસારામ ની મધ્યપ્રદેશના ઇન્દોરથી ૩૧ ઓગસ્ટ ૨૦૧૩ માં ધરપકડ કરવામાં આવી હતી. આસારામ પર પોસ્કો, જુવેનાઇલ જસ્ટિસ એકટ, દુષ્કર્મ , ગુનાહિત કાવતરું અને અન્ય ઘણા કેસો હેઠળ કેસ દાખલ છે.

૨૦૧૪ માં સુપ્રિમ કોર્ટમાં આસારમે જામીન અરજી કરી હતી, જેને કોર્ટે નકારી કાઢી હતી. એપ્રિલ ૨૦૧૮ માં, જોધપુર સ્પેશિયલ કોર્ટે આસારામને સગીર બાળકી સાથે દુષ્કર્મ બદલ દોષી ઠેરવ્યો હતો. પોકસો એકટ હેઠળ કોર્ટે આસારામને આજીવન કેદ (મૃત્યુ સુધી) અને ૧ લાખ રૂપિયા દંડની સજા ફટકારી છે.

નોંધપાત્ર વાત એ છે કે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ હાર્પર કોલિન્સના પુસ્તક 'ગનિંગફોર ધ ગોડમેન' નાં પ્રકાશનને મંજૂરી આપતા વચગાળાના આદેશ સામે દિલ્હી હાઈકોર્ટ દ્વારા દાખલ કરેલી અપીલને ફગાવી દીધી છે. આ પુસ્તક આસારામ સામેના ફોજદારી કેસ પર આધારિત છે.

(10:07 am IST)