મુખ્ય સમાચાર
News of Tuesday, 24th November 2020

જાન્યુઆરી સુધીમાં ૧૦ કરોડ ડોઝ મળશે

કોવિડ-૧૯ રસી અંગે અદાર પૂનાવાલાનો દાવોઃ ફાર્મસીથી ખરીદી થશે તો રૂ.૧૦૦૦માં પડશેઃ સરકારને રૂ.૨૫૦માં અપાશે

નવી દિલ્હી, તા.૨૪: ઓકસફર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ કોરોના વાયરસના દર્દીઓ પર કોવિશીલ્ડ વેકસીનની અસરકારકતાનો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે કોવિશીલ્ડ કોરોના વાયરસની વિરુદ્ઘમાં ૭૦ ટકા પ્રભાવી છે. આ વેકસીનને લઈને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના અદાર પૂનાવાલાએ કહ્યું કે આ વેકસીનના ૧૦ કરોડ ડોઝ જાન્યુઆરી સુધીમાં આવશે. આ સાથે ફેબ્રુઆરીના અંત સુધી લાખો અન્ય ડોઝ પણ મળે તેવી યોજના છે. સરકારને આ વેકસીનનો ડોઝ ૨૫૦ રૂપિયામાં મળશે.

અદાર પૂનાવાલાએ કહ્યું કે વેકસીનનો એક ડોઝ જો ફાર્મસીથી ખરીદાશે તો તે ૧૦૦૦ રૂપિયામાં મળશે પણ સરકાર સપ્લાયના ૯૦ ટકા ૨૫૦ રૂપિયા પ્રતિ ડોઝ ખરીદશે. પૂનાવાલાની કંપનીએ વેકસીનને મોટાપાયે બનાવવા માટે સરકારની સાથે કરાર કર્યો છે. તેમનો દાવો છે કે પહેલી વેકસીનના લગભગ ૪ કરોડ ડોઝનું ઉત્પાદન થઈ ચૂકયું છે. પૂનાવાલાએ કહ્યું કે ભારતમાં વેકસીન મળવામાં ૨-૩ મહિનાનો સમય લાગશે. અમારી પાસે જાન્યુઆરી સુધીમાં ૧૦ કરોડ ડોઝ હશે. સરકાર દ્વારા જુલાઈ સુધીમાં ૩૦-૪૦ કરોડ ડોઝ મેળવવાનું લક્ષ્ય છે. અમે તેની કિંમત ૧૦૦૦ રૂપિયા રાખી છે. પ્રાઈવેટ બજારમાં તે ૫૦૦-૬૦૦ રૂપિયા રહેશે અને સરકાર માટે કે ૨૫૦ રૂપિયા કે તેનાથી ઓછી પણ રહી શકે છે. 

દવા કંપનીએ કહ્યું છે કે વેકસીનને લઈને કોઈ ચિંતાજનક વાત સામે આવી નથી. ઓકસફર્ડની વેકસીનના પરિણામને ફાઈબર અને મોર્ડનાની વેકસીન સાથે સરખાવ્યા તો તેમાં ક્રમશઃ ૯૫ અને ૯૪.૫ ટકા પ્રભાવી જોવા મળ્યા છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કહ્યું કે અમે તેનું સ્વાગત કરીએ છીએ અને સાથે કંપની એસ્ટ્રાજેનેકાના કોરોનાની વેકસીન ભારતમાં પરીક્ષણ કરી રહી છે.

અદાર પૂનાવાલાએ કહ્યું કે હું ખુશ છું કે કોરોના વેકસીનના સસ્તા અને પાયાની રીતે પ્રબંધ યોગ્ય અને જલ્દી મળે તે મામટે કોવિશીલ્ડ એક ખાસ વેકસીન છે અને તે ૬૨ ટકા સુધી અસકારક રહી શકે છે.

(10:04 am IST)