મુખ્ય સમાચાર
News of Thursday, 24th September 2020

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા કોરોના વાયસરથી સંક્રમિત બાદ થયો ડેન્ગ્યુ

હવે એલએનજેપી હોસ્પિટલથી મેક્સ, સાકેત શિફ્ટ કરાયા

નવી દિલ્હીઃ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને મેક્સ હોસ્પિટલમાં શિફ્ટ કરાયા  છે મનીષ સિસોદિયાને કોરોના વાયરસ બાદ ડેન્ગ્યુ થયો છે. કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ તેમને એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. તો હવે એલએનજેપી હોસ્પિટલથી મેક્સ, સાકેત શિફ્ટ કરવામાં આવ્યા છે.

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા 14 સપ્ટેમ્બરે કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. ત્યારબાદ તેમણે ખુદને ઘરમાં આઇસોલેટ કરી લીધા, તેના એક દિવસ બાદ તાવ અને શ્વાસ લેવામાં સમસ્યા બાદ લોકનાયક જયપ્રકાશ (એલએનજેપી) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

હવે મનીષ સિસોદિયાને ડેન્ગ્યુ પણ થઈ ગયો છે. ડેન્ગ્યુ થવાની સાથે તેમને પ્લેટલેટ્સ સતત ઘટી રહ્યાં છે. સ્વાસ્થ્ય સતત ખરાબ થવાને કારણે સિસોદિયાને હવે મેક્સ હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યા છે. જ્યાં ડોક્ટરોની ટીમની દેખરેખમાં રહીને સિસોદિયા સારવાર કરાવશે.

(10:20 pm IST)