મુખ્ય સમાચાર
News of Thursday, 24th September 2020

ડેન્ગ્યૂ થયો હશે તો કોરોના નહીં થાય?

જો આ વાત સાબિત થાય છે તો તેનો અર્થ થશે કે ડેંગ્યુ બીમારી અથવા અસરકારક ડેંગ્યુ રસી આપવાથી વ્યકિતમાં કોરોના વાયરસ વિરૂદ્ઘ અમુક સ્તરની રોગપ્રતિરોધક શકિત વિકસીત થાય છેઃ ડયુક યુનિવર્સિટીના પ્રોફેસર મીગ્યુલ નિકોલેલીસ

નવી દિલ્હી, તા.૨૪: બ્રાઝિલમાં કોરોના વાયરસ મહામારી પર કરાયેલા એક નવા અભ્યાસમાં વાયરસ અને ભૂતકાળમાં ડેંગ્યુ તાવ ફેલાયો હોય તે બંનેની વચ્ચે સંબંધ હોવાનું જાણવા મળ્યું હતું, અભ્યાસમાં કહેવાયું હતું કે મચ્છર જન્ય આ બિમારી થઈ હોય તેમને કોવિડ-૧૯ વિરૂદ્ઘ અમુક સ્તર સુધી રોગ પ્રતિરોધક શકિત મળે છે.

ડ્યુક યુનિવર્સિટીના પ્રોફેસર મીગ્યુલ નિકોલેલીસના નેતૃત્વામાં કરાયેલા અભ્યાસમાં ૨૦૧૯ અને ૨૦૨૦જ્રાક્નત્ન ડેંગ્યુ ફેલાવવાને કોરોનાવાયરસ કેસોના ભૌગોલિક વિતરણની સરખામણી કરવામાં આવી હતી.નિકોલેલીસને જાણવા મળ્યું હતું કે જે વિસ્તારોમાં ગયા વર્ષે અને આ વર્ષે ડેંગ્યુ ગંભીર રીતે ફેલાયો હતો તે વિસ્તારોમાં કોરોના વાયરસ ચેપનો દર ઓછો હતો અને કેસોની સંખ્યામાં વધારો થવાની ઝડપ ઓછી હતી. તેમણે કહ્યું હતું, 'જો આ વાત સાબિત થાય છે તો તેનો અર્થ થશે કે ડેંગ્યુ બીમારી અથવા અસરકારક ડેંગ્યુ રસી આપવાથી વ્યકિતમાં કોરોના વાયરસ વિરૂદ્ઘ અમુક સ્તરની રોગપ્રતિરોધક શકિત વિકસીત થાય છે.'

નિકોલેલીસે કહ્યું હતું શોધના પરીણામો રસપ્રદ છે કારણ કે આ પહેલાંના અભ્યાસથી જાણવા મળ્યું હતું કે જે લોકોમાં ડેંગ્યુની એન્ટીબોડી છે તેઓ કયારેય કોરોના વાયરસથી ચેપગ્રસ્ત ન થયા હોય તો છતાં તેમનો કોવિડ-૧૯ની એન્ટીબોડી માટેનો ટેસ્ટ ખોટી રીતે પોઝિટિવ આવી શકે છે. તેમણે કહ્યું હતું 'આ સંકેત છે કે બંને વાયરસ વચ્ચે રોગ પ્રતિરોધક શકિતનો સંબંધ છે જેની કોઈને અપેક્ષા ન હતી કારણ કે બંને વાયરસ અલગ અલગ મૂળના છે.

(2:25 pm IST)