મુખ્ય સમાચાર
News of Thursday, 24th September 2020

જમ્મુ કાશ્મીરના ત્રાલમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ: એક આતંકી ઠાર: સર્ચ ઓપરેશન

સેનાએ આતંકવાદી પાસેથી મોટી સંખ્યામાં હથિયાર અને ગોળાબારૂદ જપ્ત કર્યા

જમ્મુ કાશ્મીરના ત્રાલમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સેનાના જવાનોએ એક આતંકવાદીને ઠાર કર્યો હતો. તેમજ સેનાએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું છે.

જમ્મુ કાશ્મીરના ત્રાલમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સેનાએ એક આતંકવાદીને ઠાર કર્યો છે. સેનાએ આતંકવાદી પાસેથી મોટી સંખ્યામાં હથિયાર અને ગોળાબારૂદ જપ્ત કર્યા છે. સેનાને ત્રાલમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. જે બાદ સેનાએ સમગ્ર વિસ્તારનો ઘેરાવ કર્યો હતો. સેના પર આતંકવાદીઓ ફાયરિંગ કરતા સેનાએ એન્કાઉન્ટરમાં આતંકવાદીને ઠાર કર્યો છે. ત્યારે સમગ્ર વિસ્તારમાં સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.

(12:37 pm IST)