મુખ્ય સમાચાર
News of Tuesday, 24th May 2022

ગુજરાત ટાઇટન્સના સ્ટ્રાઈક બોલર મોહમ્મદ શમીએ કહ્યું -વેધરની કંડિશન પ્રમાણે બોલિંગ કોમ્બિનેશન ઉતારશું

વેધર કંડિશન સાથે પાવરપ્લેનો પ્લાન બદલાશે : પાવરપ્લે સહિત સ્લોગ ઓવર્સમાં બોલિંગ યુનિટમાં થશે ફેરફાર : શમી

ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે પહેલી ક્વોલિફાયર મેચ રમાવાની છે. એની પહેલા GTના સ્ટ્રાઈક બોલર મોહમ્મદ શમીએ કોલકાતાની મેચ માટેના બોલિંગ ડિપાર્ટમેન્ટને લીડ કરવા સહિતના પ્લાનિંગ વિશે જણાવ્યું છે. તેમણે વેધર કંડિશનમાં ફેરફાર થયો તથા પિચ બદલાઈ એમાં વિનિંગ બોલિંગ કોમ્બિનેશન સાથે ઉતરવાનું જણાવ્યું છે. તો ચલો આપણે IPLના આક્રમક બોલિંગ કોમ્બિનેશન ધરાવતી એવી ગુજરાત ટાઈટન્સ ટીમના સ્ટ્રાઈક બોલર શમીના ગેમ પ્લાન પર તથા વરસાદ પડશે તો કયા નિયમો લાગૂ પડશે તે અંગે જણાવ્યું હતું

કોલકાતાના વેધર અને પિચ કંડિશન પ્રમાણે તમારો બેસ્ટ બોલિંગ પાર્ટનર કોણ હશે? કોઈ ખાસ સ્ટ્રેટેજી બનાવી છે?
મોહમ્મદ શમીએ આ મુદ્દે જણાવ્યું કે પિચ અને કોલકાતાના વેધરની કંડિશન પ્રમાણે ટીમનું બોલિંગ કોમ્બિનેશન મેદાનમાં ઉતારવું જોઈએ. આ અંગે મારો ફેવરિટ પાર્ટનર બોલિંગમાં એ જ હશે જેની સાથે આ સિઝનના પાવરપ્લેમાં સૌથી વધારે વિકેટ્સ લીધી છે અને સામેની ટીમને મુશ્કેલીમાં મુકી છે. તેથી આમ જોવા જઈએ તો ટીમ મેનેજમેન્ટના નિર્ણયને જ હું સ્વીકારું છું પરંતુ મારા મત મુજબ અત્યારનું બેસ્ટ કોમ્બિનેશન જ કોલકાતાની પિચ પર ઉતારવું જોઈએ.

શમીએ વધુમાં જણાવ્યું કે જો કોલકાતાના વેધર કંડિશન અને પિચની વાત કરીએ તો હાં સમય પ્રમાણે અમે પાવરપ્લે સહિત સ્લોગ ઓવર્સમાં બોલિંગ યુનિટમાં ફેરફાર કરી શકીએ છીએ. વળી અમારી પાસે આ સિઝનનું બેસ્ટ આક્રમક બોલિંગ ડિપાર્ટમેન્ટ પણ છે.

મોહમ્મદ શમીએ ક્વોલિફાયર પહેલા ગુજરાત ટાઈટન્સના બોલિંગ યૂનિટને સૌથી આક્રમક જણાવ્યું હતું. તેવામાં એક સ્ટ્રાઈક બોલર તરીકે અમે ઘણા પાવરપ્લેમાં બેક ટુ બેક વિકેટ્સ લીધી છે. જેના કારણે વિરોધી ટીમ લગભગ મેચમાંથી પકડ ગુમાવી બેઠી હતી. અમારો પ્લાન એ જ રહેશે કે પાવરપ્લેમાં બેક ટુ બેક વિકેટ્સ લેવાની અને મેચમાં મજબૂત પકડ મેળવી લેવાની.

શમી ગુજરાત ટાઈટન્સનો સૌથી અનુભવી બોલર છે, જે ટીમના બોલિંગ યૂનિટને લીડ પણ કરતો આવ્યો છે. તેણે જણાવ્યું કે મેચ દરમિયાન હું જે પણ બોલર બોલિંગ કરે છે એને ગાઈડન્સ આપતો આવ્યો છું. નેટ્સમાં પણ અમે સાથે સમય પસાર કરીએ છીએ આની સાથે પાવરપ્લેમાં કેવી લાઈન એન્ડ લેન્થ સાથે બોલિંગ કરવી એની માહિતી પણ અન્ય બોલર્સને આપતો રહું છું.

ક્વોલિફાયર-1 આજે મંગળવારે કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાશે. તેવામાં એક્યૂવેધરના જણાવ્યા પ્રમાણે મંગળવારે 40 ટકા વરસાદ પડવાની સંભાવના છે, જે મહત્તમ સવાર સુધીમાં પડશે. જોકે ત્યારપછી દિવસનું 60% વાતાવરણ વાદળછાયું રહેશે. આવી સ્થિતિમાં જોવા જઈએ તો બોલિંગ કોમ્બિનેશનમાં બંને ટીમ ફેરફાર કરી શકે છે.

BCCIના જણાવ્યા પ્રમાણે જો આ સિઝનની પ્લેઓફ મેચમાં વરસાદ વિઘ્ન નાખશે અને નિર્ણય આવી શકે એમ નથી તો સુપર ઓવરથી વિજેતા નક્કી થશે.

(8:57 pm IST)