મુખ્ય સમાચાર
News of Tuesday, 24th May 2022

ઓસ્ટ્રેલિયામાં આગામી ક્વાડની મળશે બેઠક : પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ વચ્ચે દ્વિપક્ષીય બેઠક

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝે જણાવ્યું હતું કે, ભારત સાથે અમારા સંબંધો બહુ મહત્વપૂર્ણ છે અને વડાપ્રધાન મોદીને મળવું એક સન્માનની વાત છે

નવી દિલ્હી :જાપાનની રાજધાની ટોક્યોમાં ચાલી રહેલા ક્વાડ સંમેલનમાં મોદીએ ઓસ્ટ્રેલિયાના નવા વડાપ્રધાન એન્થની અલ્બાનીઝ સાથે બેઠક કરી હતી. બન્ને દેશોના નેતાઓએ ઈન્ડો પેસિફિક ક્ષેત્ર, વ્યાપાર, ઊર્જા અને આર્થિક સહયોગ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ બાબતે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝે જણાવ્યું હતું કે, ભારત સાથે અમારા સંબંધો બહુ મહત્વપૂર્ણ છે અને વડાપ્રધાન મોદીને મળવું એક સન્માનની વાત છે. ક્વાડ સંમેલનમાં ઓસ્ટ્રેલિયાના નવા વડાપ્રધાન એન્થની અલ્બાનીઝે આવતા વર્ષની ક્વાડ સંમેલનની બેઠક ઓસ્ટ્રેલિયામાં યોજવા પ્રસ્તાવ મૂક્યો હતો.

ટોક્યોમાં ચાલી રહેલી ક્વાડ દેશોની બેઠક પૂરી થઈ ગઈ છે. આ બેઠક લગભગ બે કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં રશિયા-યુક્રેન યુદ્ધથી લઈને ચીનની સરમુખત્યારશાહી સુધીના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. તમામ દેશોએ ઈન્ડો-પેસિફિક પ્રદેશોમાં શાંતિ સ્થાપવા માટે મક્કમ સંકલ્પ લીધો હતો.

(8:31 pm IST)