મુખ્ય સમાચાર
News of Tuesday, 24th May 2022

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનું 'પુણ્યેશ્વર મુક્તિ' અભિયાન શરૂ: ઔરંગઝેબની કબર પછી હવે પુણેની દરગાહનો વિવાદ : અલાઉદ્દીન ખિલજીએ પુણેમાં પુણ્યેશ્વર અને નારાયણેશ્વર મંદિરો તોડી બે દરગાહ બંધાવી હોવાનો દાવો

પુણે : જ્ઞાનવાપી મસ્જિદ કેસ વચ્ચે મહારાષ્ટ્રમાં નવો વિવાદ શરૂ થતો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ દાવો કર્યો છે કે પૂણે શહેરમાં બે દરગાહ મંદિરની જમીન પર બનાવવામાં આવી છે. તાજેતરમાં જ મુંબઈમાં ઔરંગઝેબની કબર પર પણ સવાલો ઉભા થયા હતા. જે બાદ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ સ્મારકને 5 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લીધો હતો.

MNS નેતાએ દાવો કર્યો છે કે ખિલજી વંશના કમાન્ડર અલાઉદ્દીન ખિલજીએ પુણેમાં પુણ્યેશ્વર અને નારાયણેશ્વર મંદિરો તોડી પાડ્યા હતા. એવો દાવો કરવામાં આવે છે કે મંદિરો તોડી પાડ્યા બાદ તેમના પર દરગાહ બનાવવામાં આવી હતી.

રવિવારે, MNS મહાસચિવ અજય શિંદેએ કહ્યું કે તેમણે 'પુણ્યેશ્વર મુક્તિ' અભિયાન શરૂ કર્યું છે અને લોકોને રાજ ઠાકરેની પાર્ટીને સમર્થન આપવા અપીલ કરી છે. ઉત્તર પ્રદેશના વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ સર્વેનો ઉલ્લેખ કરતા શિંદેએ કહ્યું કે રાજ ઠાકરેના હિંદુત્વના સ્ટેન્ડ પર સરકારની ઉંઘ ઉડવા લાગી છે. "જ્ઞાનવાપીની જેમ, અમે પણ પુણેના પુણ્યેશ્વર મંદિર માટે લડી રહ્યા છીએ," તેમણે કહ્યું.

થોડા દિવસો પહેલા, MNS પ્રવક્તા ગજાનન કાળેએ ટ્વિટ દ્વારા સ્મારક પર સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે તેને નષ્ટ કરી દેવી જોઈએ. આ પછી ઔરંગાબાદમાં એક મસ્જિદ કમિટીએ કબરને તાળું મારવાનો પ્રયાસ કર્યો. બાદમાં ASIએ સ્મારક પર વધારાના ગાર્ડ તૈનાત કરીને સુરક્ષા વધારી દીધી હતી.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે

(1:05 pm IST)